Jasadan-Rajkot જસદણમાં જુના માર્કેટિંગ યાર્ડ નજીકના સીસી રોડમાં મસમોટા ગાબડાઓ પડ્યા, ચાલકોમાં અકસ્માતનો ભય.
જસદણના વોર્ડ નં.2માં આવેલ જુના માર્કેટિંગ યાર્ડ નજીક ભાદર નદીના કાંઠા પાસેથી પસાર થતો સીસી રોડ છેલ્લા ઘણા વર્ષોથી અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં વિકાસની વાતો કરતા જસદણ નગરપાલિકા તંત્રના વાહકોને કોઈ ફરક પડતો ન હોવાથી ચાલકો ભારે મુંજવણમાં મુકાયા છે. જોકે આ અંગે જસદણના જાગૃત નાગરીકો દ્વારા નગરપાલિકા તંત્રને અનેકવાર રજુઆતો કરવામાં આવી છે છતાં કોઈ દાદ મળતી નથી. ત્યારે જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ રોડને રીપેરીંગ કરવા અથવા તેનું નવીનીકરણ કરવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે, જસદણ નગરપાલિકાના તંત્ર વાહકો ચાલકોને આ રસ્તો રીપેરીંગ કે નવીનીકરણ કરાવી આપે છે કે પછી વર્ષોની માફક આંખ આડા કાન કરી દેશે તેતો આવનારો સમય જ બતાવશે.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.