ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા સુવર્ણપ્રાશન ઔષધ વિનામૂલ્યે 150 બાળકોને આપવામાં આવ્યું.

Loading

ગોંડલ ફોરેસ્ટ યુથ કલ બબ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા 1લી જાન્યુઆરી 2021 ને શુક્રવારે નવા વર્ષના મંગળ પ્રારંભે ગુરુપુષ્યઅમૃત યોગમાં પંચવટી સોસાયટી, સહજાનંદનગર,ભવનાથ-2,રામનગર તેમજ આસપાસ ની સોસાયટીના 1થી10 વર્ષ સુધીના 150 બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રશાન ઔષધ પીવરાવવામાં આવ્યું.


તેમજ ગોંડલ આસપાસની ઝૂંપડપટ્ટીના અભ્યાસ કરતા બાળકોને પણ આ સુવર્ણપ્રાસન ઔષધ વિના મૂલ્યે આપવામાં આવ્યુ..
વૈદિક પદ્ધતિથી અને અમૂલ્ય ઔષધોથી તૈયાર થયેલ આ સુવર્ણપ્રાશન ઔષધ ગોંડલ ના સેવાભાવી નયનભાઈ જોશી અને કેવલ્યભાઈ જોશી પરિવાર તરફથી વિનામૂલ્યે પૂરું પાડવામાં આવેલ.હિતેશભાઈ દવે અને જતન દવે એ રૂબરૂ જઈને ગરીબ બાળકોને સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવામાં આવેલ જેમાં કિરણબેન દવે,જયશ્રીબેન જોશી તેમજ દેવલબેન ઉપાધ્યાય નો સહયોગ પ્રાપ્ત થયેલ..
હવે પછી આગામી તા.28મી જાન્યુઆરી 2021,ગુરુવારે સવારે 10 વાગ્યા થી 2 વાગ્યા દરમ્યાન સુવર્ણપ્રાશન
વિનામૂલ્યે બાળકોને આપવામાં આવશે….

error: Content is protected !!