ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ રાજકોટ જીલ્લાના વિરપુરમાં પ્રથમ ગુનો નોંધાયો:આ ગુના માં ચારે શખ્સો ગોંડલના.
નિખીલ દોંગા ગેંગના ચાર શખ્સો વિરૂધ્ધ ૭૫ વિઘા જમીનનો દસ્તાવેજ કરાવી પુરતી રકમ ન ચુકવી બે ખેડૂતની જમીન પડાવી લીધાની ફરિયાદ
રાજકોટઃ એન્ટી લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ રાજકોટ જીલ્લામાં પ્રથમ ગુનો દાખલ થયો છે. ગુજસીટોક હેઠળ જેની સામે અગાઉ ગુનો નોંધાયો હતો તે નિખીલ દોંગાની ગેંગના ચાર શખ્સો સામે વિરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. મુળ ગોંડલના ચરખડીના વતની હાલ ગોડલ નારાયણ નગર પુનિતનગર શારદા સ્કૂલ પાસે રહેતાં ગજેન્દ્રભાઇ ઉર્ફ ગીજુભાઇ શીવાભાઇ સાંગાણી (પટેલ) (ઉ.વ.૬૬) નામના ખેડૂતની ફરિયાદ પરથી પોલીસે ગોંડલના કમલેશ રાજુભાઇ સિંધવ, નરેશ રાજુભાઇ સિંધવ, રમેશ રાજુભાઇ સિંધવ અને બચુ ગમારા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૪૭, ૩૮૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૨૦ (બી) તથા ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ તથા જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ ગુનાહિત કાવત્રુ ઘડી ફરિયાદીને વિશ્વાસમાં લઇ ફરિયાદી તથા તેના પરિવારના સભ્યો અને સાહેદ ખેડૂતની વિરપુર સર્વે નં. ૫૬૦ની આશરે ૯૦ વિઘા પૈકી ૭૫ વિઘા જમીનનો દસ્તાવેજ કરાવી લઇ અવેજની પુરતી રકમ નહિ ચુકવી તેમજ આ સર્વે નંબર પૈકી ફરિયાદીના નામે આવેલ ૧૦ વીઘા જમીન તથા તેના ખેડુતના નામે આવેલ ૫ વીઘા જીમન ફરિયાદી તથા સાહેદોને ધાકધમકી આપી બળજબરીથી પચાવી લઇ તેમજ કમલેશ સિંધવે ફરિયાદીને પોતાના ફાર્મ હાઉસે બોલાવી બીજા ત્રણ સાથે મળી અપમાનીત કરી લાકડીથી પગની ઘુંટીએ માર મારી ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. એસીપી જેતપુર વિશેષ તપાસ કરી રહ્યા છે.
★★★★★★★★★★★★★★★★★★★★★★★★
લેન્ડ ગ્રેબિંગ અંગે કોઇ ફરિયાદ કરવા ઈચ્છે તો તે કલેકટર કચેરી ખાતેથી ફરિયાદ માટે ફોર્મ મેળવી શકે છે અને બાદમાં પુરાવા સાથે ફોર્મ રજૂ કરી શકાશે. આ સાથે જ રાજકોટમાં થતી અરજીના નિકાલ માટે દર મહિનામાં બે વાર બેઠક બોલાવવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયાઓને ડામવા માટે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રકજકોટ જિલ્લામાં અરજીઓ થવા પામી છે. જેના માટે રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા કાયદા અંગે મળેલ 9 અરજી ધ્યાનમાં રાખી બેઠક બાદ સંબંધિત અધિકારીઓને તપાસ સુપ્રત કરવામાં આવી છે જે તપાસ બાદ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે લેન્ડ ગ્રેબિંગ અંગે કોઇ ફરિયાદ કરવા ઈચ્છે તો તે કલેકટર કચેરી ખાતેથી ફરિયાદ માટે ફોર્મ મેળવી શકે છે અને બાદમાં પુરાવા સાથે ફોર્મ રજૂ કરી શકાશે. આ સાથે જ રાજકોટમાં થતી અરજીના નિકાલ માટે દર મહિનામાં બે વાર બેઠક બોલાવવામાં આવશે અને અરજી અંગે જલ્દીથી નિકાલ કરી અરજદારને યોગ્ય ન્યાય આપવામાં આવશે.
શુ છે લેન્ડ ગ્રેબિંગ કાયદો?
આ કાયદામાં સ્પેશિયલ કોર્ટની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે જેમાં કાયદા અંતર્ગત 6 માસમાં ચૂકદાની જોગવાઈ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિ કરી જમીન પચાવવા, ડુપ્લીકેટ દસ્તાવેજ બનાવવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ નાથવા કાયદો બનાવવાને મંજૂરી આપવામાં આવી છે.
શું શું કરાશે જોગવાઈ?
જમીનના કેસની ઝડપી સુનાવણી માટે વિશેષ કોર્ટની રચના કરાશે
અદાલતમાં કેસ દાખલ થયાના છ મહિનામાં કેસનો નિકાલ કરાશે
જમીન હડપ કરનારને 10-14 વર્ષ જેલની સજાની જોગવાઇ
જમીનની જંત્રીની કિંમત જેટલો શિક્ષાત્મક દંડની જોગવાઇ
લેન્ડ ગ્રેબર ઉપર બર્ડન ઓફ પ્રૂફની જવાબદારી રહેશે
DySP કક્ષાના અધિકારી દ્વારા જમીન કેસની તપાસ કરાશે
292 thoughts on “ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ રાજકોટ જીલ્લાના વિરપુરમાં પ્રથમ ગુનો નોંધાયો:આ ગુના માં ચારે શખ્સો ગોંડલના.”
Comments are closed.