Dhoraji-Rajkot ધોરાજીના ભૂખી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દીપડાએ ધામા નાખતા ખેડૂતો માલધારીઓમાં ભયભીત: પાંજરે પૂરવા રજૂઆત.
રાજકોટ જીલ્લાના ધોરાજીના ભૂખી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગીર જંગલમાંથી આવી ચડેલા દિપડાએ પડાવ નાંખી આંટાફેરા મારવાનું શરુ કરી દેતા ખેડૂતો અને માલધારીઓમાં ફફડાટ ફેલાયેલ છે.અહીં એ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ, દીપડા જેવા જંગલી પ્રાણીઓ અવારનવાર આવી ચડતા હોય લોકોમાં ભયનું લખલખુ ફરી વળ્યું છે. આ અંગે મળતી વિગતો મુજબ ધોરાજીના ભુખી ગામની સીમમાં છેલ્લા બે દિવસથી દિપડો આંટાફેરા કરતા ખેડૂતો અને વાડીએ રહેતા ખેત મજૂરોમાં ભયનો માહોલ છવાયેલ છે. આ અંગે ભુખી ગામના ખેડૂત રાકેશભાઈ વાછાણીએ આ અંગે વન વિભાગના અધિકારીઓને જાણ કરી ભુખી ગામની સીમમાં દિપડાને પકડવા પાંજરા મુકવા રજૂઆત કરેલ છે
ધોરજી:-સકલેન ગરાણા દ્વારા