Vinchhiya-jasdan વિંછીયાના આસલપુર પાસે વાડીમાંથી વિદેશી દારૂની ૧૦પ બોટલ કબ્જે.
વિંછીયા પોલીસનો દરોડો – સંજય જાદવની શોધખોળ.
વિંછીયાના આસલપુર ગામ પાસે આવેલી વાડીમાં વિંછીયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૦પ બોટલ કબ્જે કરી હતી.
માળતી વિગત મુજબ વિંછીયા પોલીસ મથકના પીએસઆઇ. ટી.એસ. રીઝવી, એએસઆઇ જેઠાભાઇ તથા હડે કોન્સ. ધનજીભાઇ વાસાણી સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમીના આધારે આસલપુર ગામથી રંગપર જવાના રસ્તે આવેલી સંજય ભવાનભાઇ જાદવની વાડીમાં દરોડો પાડી રૂ. ૩૪,૧પપની કિંમતની દારૂની ૧૦પ બોટલ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.