Rajkot-રાજકોટ સંત કબીર રોડથી ચોરાયેલ રીક્ષા સાથે બે ઇસમોને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય ક્રાઇમ બ્રાંચ,

Loading

રાજકોટ રેન્જ, રાજકોટના નાયબ  પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાના એ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ.એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં. તે દરમ્યાન પો.હેડકોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડકોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતીના ઓને સંયુકતમાં મળેલ હકિકત આધારે બે ઇસમોને રાજકોટ, સંત કબીર રોડથી ચોરાયેલ બ્લુ કલરની રીક્ષા કિ.રૂ. ૩૫,૦૦૦/- ના મુદામાલ સાથે ગોંડલ, વોરાકોટડા રોડ, પંચપીરની ધાર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.

પકડાયેલ આરોપીઓ માં (૧) અનીલ ઉર્ફે બાડીયો જેન્તીભાઇ સોલંકી રહે- ગોંડલ, વોરાકોટડા રોડ, પંચપીરની ધાર
(૨) સન્ની રતીભાઇ સોલંકી રહે- ગોંડલ, વોરાકોટડા રોડ, પંચપીરની ધારકામગીરી કરનાર ટીમ – આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. નાપોલીસ ઇન્સ. શ્રી એ.આર.ગોહિલ તથા પો.સબ ઇન્સ. શ્રી વી.એમ. કોલાદરા તથા પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી, મહેશભાઇ જાની, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

error: Content is protected !!