Gondal-Rajkot ભાવનગર યુનિ ના અધ્યાપક દિલીપ બારડ દ્વારા કર્ણાટક યુનિ ના શિક્ષકો અને આસામ ના માસ્ટર ટ્રેઇનર ને ઓનલાઈન શિક્ષણ અંગે તાલીમ આપવામાં આવી
છેલ્લા દસ મહિના થી કોરોના મહામારી ના કારણે શૈક્ષણિક પ્રવૃત્તિ ટેકનોલોજી ના માધ્યમ થી કાર્યરત છે તેવા સંજોગોમાં માં સમગ્ર ભારત ના શિક્ષકો માં ઓનલાઈન શિક્ષણ અંગે તાલીમ બાબતે અનેરી જાગરૂકતા જોવા મળી રહી છે. આ આપદા માં પણ સકારાત્મક દ્રષ્ટિકોણ થી તેને અવસર માં બદલી ઘણાં શિક્ષકો નવી શિક્ષણ પ્રણાલી અંગે શિક્ષકો ને તાલીમબદ્ધ કરવા માટે આગળ આવ્યા છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ના વિનયન વિદ્યાશાખા ના અધ્યષ્ઠા (ડિન) અને અંગ્રેજી ભવન ના અધ્યક્ષ પ્રો. દિલીપ બારડ દ્વારા કર્ણાટક યુનિવર્સિટી ના શિક્ષકો તેમજ આસામ એસ.સી.ઈ. આર. ટી. ના માસ્ટર ટ્રેઈનર ને ટેકનોલોજી ના નવ્ય ઉપયોગ અંગે તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા.
ધારવાડ સ્થિત કર્ણાટક યુનિવર્સિટી ને NAAC દ્વારા A ગ્રેડ પ્રમાણિત કરવામાં આવેલ છે. તેના આઈ. ક્યુ.એ.સેલ દ્વારા દિલીપ બારડ ને યુનિવર્સિટી ના શિક્ષકો ને તાલીમ માટે આમંત્રિત કરવામાં આવેલ અને સમગ્ર તાલીમ ના ત્રણ દિવસ માં રીમોટ ઓનલાઈન વિર્કશોપ ના માધ્યમ થી આપવામાં આવેલ હતી.
તે જ રીતે ભારત ના પૂર્વી રાજ્ય આસામ માં પણ શિક્ષકો ને ઓનલાઈન શિક્ષણ માટે સજ્જ કરવામાં આવેલ હતા.
સ્ટેટ કઉન્સિલ ઓફ એડ્યુકેશનલ રેસર્ચ એન્ડ ટ્રેઈનિંગ, આસામ દ્વારા રાજ્ય ના શિક્ષકો ને ટેકનોલોજી ના નવ્ય ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓ ને અભ્યાસ સાથે સંકળાયેલા રાખવા અંગે ખાસ તાલીમ માટે ડો. દિલીપ બારડ ને આમંત્રિત કરવામાં આવેલ હતા. હાલ ની પરિસ્થિતિમાં, ઓનલાઈન શિક્ષણ માં સૌથી મોટી સમસ્યા એટલે વિદ્યાર્થીઓ ને ‘એક્ટિવ લર્નિંગ’ માં સાંકળી રાખવા. દિલીપ બારડ દ્વારા સાત દિવસ ના ઓનલાઈન રિમોટ વર્કશોપ દ્વારા આસામ ના શિક્ષકો ને આ મહત્વ ના મુદ્દે તાલીમ આપવામાં આવી હતી.
આ બાબત ગુજરાત રાજ્ય માટે ગૌરવ પ્રદ ઘટના છે. પ્રો. બારડે આ પહેલા ચેન્નાઇ, મેઘાલય, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યો ના શિક્ષકો ને પણ તાલીમ આપી ચુક્યા છે.
ગુજરાત રાજ્ય સરકાર ની યુનિવર્સિટી ના અધ્યાપક આ રીતે કોરોના ની મહામારી માં અન્ય રાજ્યો ના શિક્ષકો ને ટેકનોલોજી ના ઉપયોગ થી ઓનલાઈન શિક્ષણ માં તાલીમબદ્ધ કરે તે સમગ્ર રાજ્ય અને શિક્ષણ આલમ માટે ગૌરવપ્રદ ઘટના છે.