Jasadan-Rajkot જસદણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણીનું પક્ષમાંથી રાજીનામું.
જસદણમાં રહી હજ્જારો લોકો સાથે જીવંત સંપર્ક ધરાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણીએ ગુરુવારે સાંજે અચાનક પોતાના પદેથી રાજીનામુ ધરી દેતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જ્વા પામ્યો છે એક સમયે ભાજપના આગેવાન ડો.ભરતભાઈ બોધરાના સાવ નજીક ગણાતા ગજેન્દ્રભાઈએ ભાજપમાં રહી લોહી પાણી એક કર્યા હતાં અને કોઈ નજીવા કારણોસર તેમણે ભાજપ છોડી પ્રદેશ કોંગ્રેસમાં ઉપપ્રમુખનો હોદ્દો મેળવ્યો હતો પણ અચાનક ગુરુવારે રાજીનામું ધરી દેતાં હાલ રાજકારણમાં અનેકવિધ અટકળો ઉઠવા પામી છે હાલ તો એવી ચર્ચા ચાલી છે કે હજું ચાર પાંચ રાજીનામાં પડશે જો કે ગજેન્દ્રભાઈએ રાજીનામું ખરેખર ક્યાં કારણોસર આપ્યું? અને બીજાં રાજીનામાં ક્યાં કારણોસર પડશે તે હકીકત આવનારો સમય જ બતાવશે પણ હાલ ગજેન્દ્રભાઈએ કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાને પાઠવેલ રાજીનામાં પત્રમાં જણાવ્યું છે કે હું મારાં અંગત કારણોસર હોદ્દા પરથી રાજીનામું આપું છું પણ રાજકારણમાં આ અંગે અનેક અટકળો લોકો કરી રહ્યાં છે ગજેન્દ્રભાઈ વિદ્યાર્થીકાળથી રાજકારણમાં છે અને તેઓ છેવાડાના હજ્જારો લોકો સુધી પહોંચી દરેક ચૂંટણીમાં પોતાની તાકાત દર્શાવી અણધાર્યા પરિણામ લાવ્યાં છે ત્યારે ગજેન્દ્રભાઈ રામાણીનું આ રાજીનામું આગામી દિવસોમાં કેવો રંગ પકડે છે તેનાં પર રાજકારણીઓની મીટ મંડાય છે.
પિયુષ વાજા દ્વારા જસદણ