Uplet-Rajkot ભાયાવદરમાં કિશાન દિવસ નિમિતે અને કૃષિ કાયદાના વિરોધમાં પ્રતિક ઉપવાસ કરતા આગેવાનો.
ઉપલેટાના ભાયાવદર શહેરમાં ખેડૂત આગેવાનો અને નેતાઓ સાથે ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. આ ઉપવાસ આંદોલન સરકાર દ્વારા પસાર કરાયેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં અને ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે કરવામાં આવ્યું હતું.
૨૩ ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય કિશાન દિવસ તરીકે ઉજવાય છે. આ કિશાન દિવસ નિમિતે ભાયાવદર શહેરમાં ખેડૂતો, આગેવાનો દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો અને સામાજિક સંસ્થાઓના આગેવાનો દ્વારા સમર્થન પર અપાયું હતું.
ઉપવાસ પર બેઠેલા ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે આજે અમે 3 મુદ્દા પર ઉપવાસ આંદોલન પર બેઠા છીએ જેમાં ખેડૂત વિરોધી કૃષિ કાયદાનો વિરોધ તેમજ કૃષિ કાયદાના વિરોધ આંદોલનમાં 30 જેટલા ખેડૂતો મૃત્યુ પણ પામેલ છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે સાથે આજે રાષ્ટ્રીય કિશાન દિવસ છે ત્યારે આ ત્રણ મુદ્દાઓને લઈને આજે પ્રતિક ઉપવાસ આંદોલન કરેલ.
આ પ્રતિક ઉપવાસ આંદોલનમાં નગરપાલિકાના પ્રમુખ નયન જીવાણી, પાંજરાપોળના ટ્રસ્ટી કાંતિભાઈ જાલાવડીયા, હવેલીના પૂર્વ પ્રમુખ વલ્લભભાઈ લાલાણી, સહકારી મંડળીના પ્રમુખ નટવરભાઈ મારસોનીયા તથા ઉપ પ્રમુખ જીતુભાઈ માકડિયા, ભાયાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ નવનીતભાઈ દેડકિયા, મહામંત્રી જેન્તીભાઇ ભોજાણી, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ મામદભાઈ પટ્ટા, ઉપ પ્રમુખ બાઘાભાઈ ખાંભલા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર, ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ તેમજ ભાયાવદર શહેરના સુધરાઈ સભ્યો ઉપરાંત ભાયાવદર પંથકની આસપાસના સમગ્ર ગ્રામ્ય પંથકના ખેડૂત આગેવાનો સહિતનાઓ દ્વારા ઉપવાસની છાવણીની મુલાકાત કરી અને સમર્થન કર્યું હતું.
અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા