Halvad-Morbi હળવદ નજીક નર્મદા કેનાલમાં યુવાન ડૂબવાનો મામલો : તંત્ર મદદ ન કરતું હોવાના પરિવારજનોના આક્ષેપ : ત્વરિત શોધખોળ શરૂ થાય તેવી માંગ
હળવદ સરારોડ પર આવેલ નર્મદા કેનાલમા યુવાન ડુબ્યો હતો જેમાં ગઇકાલ સવારેથી ડુબેલા યુવાનને શોધવા તંત્ર ડોકાયુજ ન હોવાનો આક્ષેપ પરિવાર જનોએ કર્યો છે ત્યારે ગઈકાલે જીગનેશ (ઉ.18) નામના યુવાન નર્મદાની કેનાલમા ડુબ્યો છે જો કે હજુ સુધી આ યુવાનની કોઈ ભાળ મળી નથી
ત્યારે પરીવાર દ્ધારા તંત્ર પાસે સતત મદદ માંગી રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો કર્યા છે એટલું જ નહીં પરીવારના સભ્યો ગઇકાલથી ભુખ્યા તરસ્યા કેનાલ કાઠે બેઠા હોવા છતાં તંત્ર ના આંખ આડા કાન કરી રહ્યું છે ત્યારે તાત્કાલિક તંત્ર યુવાનની શોધખોળ હાથ ધરે તેવી માંગ પરિવાર જનો દ્વારા કરવામાં આવી છે
આશાસ્પદ યુવાન ના મોતથી સામાન્ય પરિવાર પર શુ વિતતી હશે એ એસી ઓફિસમાં બેઠેલા બાબુઓને કેમ સમજાય? શુ આ જગ્યાએ કોઈ મોટા માથાનો દીકરો હોત તો આ રીતે કાર્યવાહી કરવામાં આવેત ? એ પણ મોટો પ્રશ્ન છે હાલ તો પરિવાજનો ને તેનો પુત્ર હયાત મળે તેવી આશા છોડી છે ત્યારે હળવદનું નઠારું તંત્ર મૃત યુવાનને શોધવા મદદ પણ ન કરતું હોવાની વાત અત્યંત ખેદ રૂપ અને શમરજનક છે જો કે મૃતક યુવાનના પરિવારજનોને મદદ ક્યારે મળશે એ કહેવું હજુ મુશ્કેલ છે
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.