Upleta-Rajkot ગણોદમાં ચાલતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટનું ઉપલેટા મામલતદાર દ્વારા ડીમોલેશન.
ઉપલેટા તાલુકાના ગણોદ ગામે જમીનમાં આવેલા સર્વે નંબર 229 ની જમીનમા ભીમા જસા સિંઘલ પોતાની જમીનમાં ગેરકાયદેસર રીતે સાડી ધોલાઈ ઘાટ ચલાવતો હતો જે અંગે તંત્ર દ્વારા અગાઉ સૂચન આપી અને આ ધોલાઈ ઘાટ બંધ કરી અને તોડી પાડવા અંગેની સૂચના અપાઈ હતી
પરંતુ તંત્રની સૂચનાનું અનેક વખત અનાદર કરેલ જે બાદ તંત્ર સજ્જ થઈ અને પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ધોરાજી પ્રાંત અધિકારી ગૌતમ મીયાણીની સૂચના અનુસાર ઉપલેટા મામલતદાર જી.એમ. મહાવદિયા દ્વારા આ ગેરકાયદેસર ચાલતા સાડી ધોલાઈ ઘાટને તોડી પાડ્યો હતો.
અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા