Halvad-Morbi હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર તેમજ ગ્રામ્ય સંગઠન ની બેઠક યોજાઈ.

ભાજપના સંગઠનને મજબૂત બનાવવા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ ની બેઠક યોજાઇ

સ્થાનિક સ્વરાજ ની ચુંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા તમામ સીટો પર કબજો કરવા અત્યારથી સંપૂર્ણ તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ભાજપના સંગઠનને મજબૂત બનાવવા હળવદ એપીએમસી ખાતે બેઠક યોજાઈ આ બેઠકમાં ઉર્જા મંત્રી. સાંસદ. ધારાસભ્ય. પૂર્વ મંત્રી. સંગઠનના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે હળવદ શહેર અને ગ્રામ્ય સંગઠન ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું, આ તકે હોદ્દેદારો સહિત કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હળવદ માર્કેટિંગ યાર્ડ ના હોલ માં ભારતીય જનતા પાર્ટી ની હળવદ શહેર અને તાલુકા સંગઠન ને મજબૂત બનાવવા બેઠક યોજાઈ આ બેઠકમાં માર્ગદર્શન આપવા માટે રાજ્ય ના કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ

રાજકોટ ના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા. સુ.નગર ના સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા. મોરબી જિલ્લા ના સંગઠન પ્રભારી મેઘજીભાઈ કણઝરીયા. જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા. પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા ધારાસભ્ય.જિલ્લા ભાજપ મહામંત્રીઓ રણછોડભાઈ દલવાડી જયરાજસિંહ જાડેજા બાબુભાઈ હૂંબલ.હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ.માર્કેટિંગ યાર્ડ ના ચેરમને રણછોડભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ધરમેન્દ્રસિંહ ઝાલા. જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષ ના નેતા ખેંગરભાઈ દલવાડી જિલ્લા ના મંત્રી જશુબેન પટેલ જેરામભાઈ દલવાડી પૂર્વ જિલ્લા મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલ મહામંત્રી દેવશીભાઈ દલવાડી. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલબાપા દલવાડી . રમેશભાઈ ભગત.જયેશ પટેલ.દાદાભાઈ ડાંગર,તપનભાઈ દવે. કારોબારી ચેરમેન અશ્વિનભાઇ કણઝરીયા.તેમજ વિશાળ સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તા એ હાજર રહ્યા હતા.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!