Vichhiya-Rajkot વિછીયા ગ્રામ પંચાયતને ગ્રામ સફાઈ અંતર્ગત ટ્રેક્ટરનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા.

પાંચાળના અંતરિયાળ ગામડાઓમાં લોકોની સુખાકારી સુવિધાઓ વધારવા તેમજ મોટી વસ્તી ધરાવતા ગામડાઓમાં ગ્રામ સફાઇ માટે મીની ટ્રેક્ટર ફાળવવા સામાજિક અગ્રણી વિનોદ વાલાણીએ રાજ્ય સરકાર તેમજ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને વિગતવાર અસરકારક યોગ્ય રજુઆત કરી હતી,

જેની રાજ્ય સરકાર અને કુંવરજીભાઇ બાવળિયાએ નોંધ લીધી જેના અનુસંધાને પ્રથમ વિછીયા ગ્રામ પંચાયતને આજે જસદણ વિછીયા ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાજકોટ જિલ્લાની સૌથી મોટી વિછીયા ગ્રામ પંચાયને ટ્રેક્ટર અને ટ્રોલીની ફાળવણી કરાઈ ની ફાળવણી કરાઈ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી ગલચર સાહેબ સરપંચ શ્રી લીલાબેન રાજપરા, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ વેપારી અગ્રણીઓ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ચતુરભાઈ રાજપરા, મામલતદાર શ્રી ડાંગી સાહેબ, ટીડીઓ, શ્રી રાબા સાહેબ પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી, અરવિંદભાઈ રાજપરા,ભુપતભાઈ રોજાસરા રમેશભાઈ રાજપરા,નીતિનભાઈ રોજાસરા પત્રકાર શ્રી પિન્ટુભાઈ શાહ અંજનભાઈ ધોળકિયા વલ્લભભાઈ ઝાપડિયા વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા.

error: Content is protected !!