Upleta-Rajkot ઉપલેટાના કોળકી રોડ પરથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લેતી ઉપલેટા પોલીસ.
ઉપલેટા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભાવેશ ને મળેલ હકીકત કે ઉપલેટાના કોલકી રોડ ઓવરબ્રિજ પાસેથી ટાટા કંપની નો ટ્રક જી.જે. ૦૩ ડબલ્યુ. ૯૨૮૫ વાળા માંથી ઇંગ્લિશ દારૂ મેકડોવેલ્સ નંબર -1 રિઝર્વ વિસ્કી દારૂની પ્લાસ્ટિકની સીલબંધ બોટલો નંગ-૦૬ કિંમત રૂપિયા ૬,૦૦૦/- તથા KINGFISHER STRONG PREMIUM BEER ના ટીન નંગ-૦૬ કિંમત રૂપિયા ૬૦૦/- તથા ટ્રક કિંમત રૂપિયા ૬,૦૦,૦૦૦/- મળીને કુલ રૂપિયા ૬,૦૬,૬૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડેલા.
પકડાયેલા આરોપીઓમાં જગદીશભાઈ ઉર્ફે જગો નારણભાઈ મારૂ રહે. ટુટિયાપરા, જીનમિલ ચોક, ઉપલેટા તથા બાવનજીભાઇ ખીમજીભાઈ ઘુલ રહે. શંકુતલનગર-૨ કોલકી રોડ, ઉપલેટા વાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ.
આ સમગ્ર કામગીરી કરનાર ટીમમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. એન. રાણા તેમજ હેડ. કોન્સ. ભાવેશભાઈ બોરીચા, વિશાલભાઈ હુણ સાથે કોન્સ. યાસીનભાઈ બુખારી, મહેશકુમાર સારીખડા, વનરાજભાઈ રગિયા, વસુદેવસિંહ જાડેજા તથા ડ્રા. મહેશભાઈ રાઠોડ સહિતનાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા