Upleta-Rajkot ઉપલેટા તાલુકાના પત્રકાર સંઘ દ્વારા નવ નિયુક્ત પી. આઈ. રાણાની શુભેચ્છક મુલાકાત.
રાજકોટ એસ.ઓ.જી અને રાજકોટ એલ.સી.બી. શાખામાં ફરજ બજાવી ચૂકેલ પોલીસ કર્મી મહેન્દ્રસિંહ રાણાની ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પી.આઈ. તરીકે નિમણૂક થતાં ઉપલેટા તાલુકાના પત્રકાર સંઘ દ્વારા શુભેચ્છા મુલાકાત કરાઈ હતી. પોલીસ અને પત્રકાર એક સિક્કાની બે બાજુ છે ત્યારે પોલીસ અને પત્રકારનો સંબંધ કાયમી જળવાય રહે તે હેતુસર શુભેચ્છક મુલાકાત કરાઈ હતી. આ તકે કૃષ્ણકાંત ચોટાઈ, જગદીશભાઈ રાઠોડ, ભારત રાણપરિયા, કિરીટ રાણપરિયા, કાનભાઈ સુવા, વિપુલ ધામેચા, જયેશ મારડિયા, આશિષ લાલકિયા, અરસીભાઈ આહીર, ઈમરાન સરવદી, ભાવેશ ગોહેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા