Jasdan-Rajkot જસદણમાં રાજાશાહી વખત નો પારેવાનો ઓટો પાડવાની વાત ગપ ગૉળૉ હંબક અનિતાબેન રૂપારેલીયા.
પાલિકા એ જમીન વેચવા કાઢી હૉવાની વાત ફેકનારા નેતા ઑ
શરમાયા લૉકૉ મા હાસ્ય રેેલાયુ
- અમુક લોકો એ નગરપાલિકાની સરકારી જમીન 99 વર્ષ નાભાડા પેટે વૅચવા કાઢી છૅ તેવી બૅ બુનિયાદ અફવાઓ ફેલાવી હતી જૅનૉ પાલિકા પ્રમુખ અનિતા બૅન રૂપારૅલીયા ઍ
જડબાં તૉડ ખુલાસો કરતા ગપગૉળા ફૅલાવતા કૅટલાક પાલિકા ના પુર્વ અનૅ વર્તમાન
નૅતાજી ઑ શરમ જનક સ્થિતિ સાથૅ મીઠી મુજવણ અનુભવી રહયા જેેમા હાસ્યનુ મોજુ ફરી વળ્યુ હતું
જસદણમાં રાજાશાહી વખતની ઓળખ ધરાવતા ચિતલીયા રોડ પરના ચિતલીયાના ટાંકાને જસદણ નગરપાલિકા દ્વારા અગાઉ તોડી પાડવામાં આવ્યો હતો અને તે જગ્યાએ જાહેર શૌચાલય ખડકી દેવામાં આવ્યું હતું. જોકે તે ટાંકો તોડી પાડવાથી લોકોને કોઈ ખાંસો લાભ મળ્યો ન હતો પરંતુ અમુક લોકોની મનની મુંજવણ દુર થઈ ગઈ હતી. ત્યારે જસદણ નગરપાલિકા દ્વારા રાજાશાહી વખતની વધુ એક ઓળખ ધરાવતા પારેવાના ઓટાને બંધ બારણે તોડી પાડવાની તૈયારીઓ કરવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ છવાયો હતો. આ પારેવાના ઓટાને નહી હટાવવા બાબતે જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયા દ્વારા ચીફ ઓફિસર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જસદણ શહેરના આદમજી રોડ પર આવેલ શાકમાર્કેટ પાસે રાજાશાહી વખતે પક્ષીઓ માટે પારેવાનો ઓટો બનાવવામાં આવ્યો હતો. જ્યાં પક્ષીઓને વર્ષોથી જીવદયા પ્રેમીઓ દ્વારા ચણ પણ નાખવામાં આવે છે. આ પારેવાનો ઓટો છેલ્લા ઘણા સમયથી કેટલાક નગરપાલિકાના સભ્યો અને રાજકીય આગેવાનોને નડતરરૂપ થાય છે. કારણ કે, આ પારેવાના ઓટા પાછળ એક કોન્ટ્રાક્ટરની આશરે પાંચ જેટલી કિંમતી દુકાનો આવેલી છે. પરંતુ તે દુકાનોને આ પારેવાનો ઓટો નડતરરૂપ બનતો હોવાથી તે દુકાનોનું વેચાણ થઈ શકતું નથી. જેના કારણે આ પારેવાનો ઓટો કોન્ટ્રાક્ટરને ખટકી રહ્યો છે. જેથી કોન્ટ્રાક્ટર પોતાની દુકાનનું વેચાણ કરવા માટે રાજકીય વગ ઉભી કરીને પોતાના અંગત સ્વાર્થ ખાતર આ પારેવાનો ઓટો દુર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો આ પારેવાનો ઓટો હટી જાય તો કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાનો ફાયદો થઈ શકે તેમ છે. અગાઉ પણ આ પારેવાનો ઓટો તોડી પાડવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ તેમના પ્રયાસો જેતે વખતે નિષ્ફળ ગયા હતા. જો આ પારેવાનો ઓટો તોડી પાડવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે જસદણ નગરપાલિકા સામે આંદોલન કરવામાં આવશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયાએ વાત કરતા જણાવ્યું હતું કે, પારેવાનો ઓટો પાડવાની માત્ર અફવાઓ છે તેમ જણાવતા જીવદયા પ્રેમીઓએ હાશકારો અનુભવ્યો હતો.
પારેવાનો ઓટો પાડવાનો કોઈ પાલિકામાં ઠરાવ જ નથી થયો તો પાડવાની વાત ક્યાંથી આવે: અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા, નગરપાલિકા, પ્રમુખ.
પારેવાનો ઓટો તોડવાની માત્ર અફવાઓ જ છે. ભવિષ્યમાં તેને ઉંચો કરવાનો થશે તો તમામ સભ્યોની સંમતી લઈને આગળ વિચારીશું. અમુક લોકો નગરપાલિકાની સરકારી જમીન ભાડા પેટે આપવાની છે તેવી પણ અફવાઓ ફેલાવી રહ્યા છે. ખરેખર એવો કોઈ નગરપાલિકામાં ઠરાવ થયેલ નથી. અમુક લોકો દ્વારા નગરપાલિકાને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. હા એક લાયન્સ ક્લબ નામની સંસ્થા દ્વારા પાલિકામાં અરજી કરવામાં આવી હતી કે પારેવાના ઓટાને રીનોવેશન કરી તેને ઉંચો કરવામાં આવે. જોકે નગરપાલિકા દ્વારા તેની અરજીને મંજુર કરવાનો કોઈપણ ઠરાવ મંજુર કરવામાં આવ્યો નથી.
જસદણ:-પિયુષ વાજા દ્વારા