Upleta-Rajkot ઉપલેટાના કોરીવાડામાં આવેલ બાપા સીતારામ મઢુલી પાસેથી વડલી ફિચરના આંકડા લેતા ઇસમોને ઝડપાયા.

વોર્ડ નં. 4 ના ભાજપ સુધરાઈ સભ્ય સહિત ત્રણ ઝડપાયા


કોરોના વાયરસને કારણે લોકોની આર્થિક સ્થિતિ બગડતા ઘણા લોકો કિસ્મત અજમાવવા અને ટૂંક સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચ આવી જાય છે ત્યારે લોકો જુગાર અને કિસ્મત આજમાવી વધુ પૈસા કમાવવાના ખોટા માર્ગે પણ ચાલ્યા જાય છે ત્યારે આવા કિસ્મત અજમાવવાનો વધુ એક કિસ્સો ઉપલેટામાં જોવા મળ્યો છે.

ઉપલેટા પોલીસ સ્ટેશનના કર્મીઓ શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કોરિવાડા વિસ્તારમાં આવેલ બાપા સીતારામની મઢુલી પાસે ત્રણ વ્યક્તિઓને વરલી ફિચરના આંકડા લેતા હતા ત્યારે પોલીસ દ્વારા આ ત્રણ વ્યકિતઓને ઝડપી પાડેલા.

પ્રાપ્ત થતી વિગતો મુજબ બાપા સીતારામની મઢુલી પાસે એક ઈસમ હાથમાં બોલપેન તથા ચીઠ્ઠી સાથે કંઈક લખતો જોવા મળેલ હતો જેમની સાથે એક ઈસમ નોટબુકમાં પણ કઈક લખતો હતો જ્યારે સાથે ઉભેલ એક ઈસમ કઈક લખાવતો હતો ત્યારે પોલીસ કર્મીઓ તેમની પાસે ગયા ત્યારે તેઓ નાસવા જતા તેમને રોકીને ચેક કરતા તેમની પાસે વરલી ફિચરના આંકડાઓ લખેલ જોવા મળેલ.

આ પકડાયેલા ત્રણ આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારાની કલમ ૧૨(અ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. જુગારમાં પકડાયેલ આરોપીઓમાં હારૂન કરીમભાઈ ચોપડા રહે. ઉપલેટા કોરીવાડા, કેતન ભગવાનજીભાઈ સુરેલા રહે. ઉપલેટા કોરીવાડા તથા પરબતભાઈ મુળુભાઇ બારૈયા રહે. ઉપલેટા દ્વારકાધીશ વાળાને ઝડપી પાડેલા.

ઝડપી પાડેલા આરોપીઓમાં પરબતભાઈ મુળુભાઇ બારૈયા રહે. ઉપલેટા દ્વારકાધીશ નામના આરોપી ઉપલેટા શહેરના વોર્ડ નંબર 4 ના ભાજપના સુધરાઈ સભ્ય પણ છે. થોડા દિવસ પહેલા જ ઉપલેટા તાલુકા ભાજપના પત્ની જુગાર રમતા ઝડપાયા હતા ત્યારે ફરી એક વાર ઉપલેટામાં નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના ભાજપના સુધરાઈ સભ્ય જાડપાતા શહેરમાં રાજકારણ પણ ગરમાયું છે.

આ સમગ્ર કામગીરી ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એન. રાણા, હેડ કોન્સ. ભાવેશભાઈ બોરીચા, કોન્સ. મહેશભાઈ સારિખડા તથા યુવરાજસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા

error: Content is protected !!