Halvad-Morbi હળવદ માર્કેટ યાર્ડ ખાતે આજથી સી.સી.આઈ દ્વારા કપાસ ખરીદીનો પ્રારંભ કરાયો.

Loading

છેલ્લા આઠ વર્ષથી ખરીદી નું કાર્ય બંધ હતું: એક મણના ૧૧૫૫ નો ભાવ

હળવદ માર્કેટ યાર્ડ માં આજથી સીસીઆઇ દ્વારા કપાસ ખરીદી નો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આજે પ્રથમ દિવસે મુહૂર્તમાં પાંચ ખેડૂતો કપાસ વેચવા માટે આવ્યા હતા

હળવદમાં સીસીઆઇ દ્વારા કપાસ ખરીદવાનું કેન્દ્ર છેલ્લા આઠેક વર્ષથી બંધ હતું જેની માર્કેટયાર્ડ દ્વારા રજૂઆતો કર્યા બાદ આજે ફરી સી.સી.આઈદ્વારા કપાસ ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં એક મણનો ભાવ ૧૧૫૫ નો નક્કી કરવામાં આવ્યો છે સાથેજ અહીં ખેડૂતો સોમથી શુક્ર સવારે ૯થી ૧૧ વાગ્યા સુધી પોતાનો કપાસ વેચવા માટે આવી શકશે.


ચેરમેન રણછોડભાઈની અનેક રજૂઆતો બાદ સી.સી.આઈ કેન્દ્ર ચાલુ થયું

માર્કેટયાર્ડમાં સીસીઆઇ દ્વારા કપાસ ખરીદી કેન્દ્રબંધ હોય જે ચાલુ કરવા માટે યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ દ્વારા અનેક વખત રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી રજૂઆતો અસરકારક નીવડી અને આજથી સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીનો પ્રારંભ થયો છે


એકાદ મહિનો મોડું થયું પરંતુ ચાલુ થયું તે ખેડૂતોના હિતમાં છે:વિઠ્ઠલભાઈ દલવાડી

માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન વિઠ્ઠલભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે સીસીઆઇ દ્વારા એકાદ મહિનો વહેલો કપાસ ખરીદવાનુ ચાલુ કર્યું હોત તો તાલુકાના વધુ ખેડૂતોને લાભ મળી શકે પરંતુ મોડું તો મોડું ચાલુ થયું તે ખેડૂતોના હિતમાં જ છે આવતા વર્ષે કપાસ નુ કેન્દ્ર વહેલું ચાલુ થાય તેવા પ્રયત્નો કરીશું


સીઆઈકેન્દ્ર પર કપાસ વેચવા આવો ત્યારે આટલું જરૂર સાથે લાવો.?

હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે આજથી સીસીઆઈ દ્વારા કપાસ કરીદિનો પ્રારંભ કર્યો છે જેમા કપાસ વેચવા માટે આવતા ખેડૂતોએ બે-આધાર કાર્ડની નકલ,બે-બેંક પાસબુકની નકલ અને સાત-બારની નકલ ફરજિયાત સાથે લાવવાની રહેશે તેમ જણાવ્યું હતું.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!