Gondal-Rajkot ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારના ગોંડલ, વાછરા રોડ, વી.કે.નગરમાંથી ઘોડીપાસાના જુગારીઓ ને ઘોડીપાસાનો જુગાર રમતા કુલ મુદામાલ રૂ.૧,૨૧,૧૦૦/- સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

Loading

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ ની સૂચના થી પ્રોહી-જુગાર ના કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ એલ.સી.બી. પો.ઈન્સ.શ્રી એ.આર.ગોહિલ ની રાહબરી હેઠળ પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી નાઓ ને મળેલ હકિકત આધારે ગોંડલ, વાછરા રોડ, વી.કે.નગર ઉપર આવેલ કિશન જયંતીભાઇ ચૌહાણ ના મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમતા ઇસમોને કુલ મુદામાલ રૂ. ૦૧,૨૧,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) જાફરભાઇ ઉર્ફે અકરમ ઇકબાલભાઇ કીડીયા જાતે.મેમણ ઉ.વ.૩૩ ધંધો.વેપાર રહે.રાજકોટ જામનગર રોડ સાંઠીયા પુલ હુડકો ક્વાટર્સ શેરી નં-૩ ક્વા.નં-૬૬
(૨) ભુપેન્દ્રસીંહ ખોડુભા પરમાર જાતે.દરબાર ઉ.વ.૫૦ ધંધો.મજુરી રહે.મોરબી સનાળારોડ હાઉસીંગ બોર્ડ ત્રણમાળીયા ક્વાટર્સ ક્વા.નં.૧૩૨
(૩) ધર્મેન્દ્રભાઇ મનસુખલાલ અઘાડા જાતે.સુથાર ઉ.વ.૪૨ ધંધો.રી.ડ્રા.રહે. જામનગર મંગલધામ સોસાયટી રણજીતસાગર રોડ શેરી નં-૨
(૪) પરષોતમભાઇ બચુભાઇ ધવલ જાતે.મહેશ્વરી ઉ.વ.૫૦ ધંધો.મંડપ ડેકોરેશન રહે.અમદાવાદ ઓઢવ શીંગળવા વડવાળી ચાલી ચામુંડા સોસાયટી ની બાજુમાં
પકડાવાના બાકી આરોપીઓ
(૧) કિશન જયંતીભાઇ ચૌહાણ રહે- ગોંડલ, વાછરા રોડ, વી.કે.નગર
(૨) હુશેન ઉર્ફે ગંભો જુમાભાઇ આદમાણી રહે- ગોંડલ, ભગવતપરા શેરી નં. ૧૨/૩૩
તથા બે અજાણ્યા ઇસમો
કબજે કરેલ મુદામાલ:-
(૧) રોકડા રૂ. ૯૯,૭૦૦/- (૨) ઘોડી પાસા નંગ- ૨ કિ.રૂ. ૦૦/-
(૩) ૪ મોબાઇલ ફોન કિ.રૂ. ૨,૦૦૦/- (૪) એક મો.સા. કિ.રૂ. ૨૦,૦૦૦/-
કુલ કિ.રૂ. ૧,૨૧,૭૦૦/- નો મુદામાલ
કામગીરી કરનાર ટીમ:-
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.આર.ગોહિલ, પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, મહેશભાઇ જાની, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો. કોન્સ. સાહિલભાઇ ખોખર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

ગોંડલ:-આમદ ચૌહાણ દ્વારા

error: Content is protected !!