Halvad-Morbi પ્રતાપગઢ ગામે વેગડવાવ ગામના યુવકની હત્યા મામલે એક શખ્સ સામે ફરિયાદ.

Loading

હળવદ તાલુકાના વેગડવાવ ગામના રમેશ ભાઈ કુકાભાઈ મકવાણા વાઘેલા તેના કૌટુંબિક ભાઈ મુન્નાભાઈ બુધાભાઈ વાઘેલા ની પત્ની છાયા ઘણા સમયથી પિયર પ્રતાપ ગઢ ગામે રિસામણ હોય ત્યારે મુન્નાભાઈ અને રમેશભાઈ તેડવા જતાં તે બાબતે બોલાચાલી થતા મુન્નાભાઈના સાળા વિક્રમભાઈ વાઘજીભાઈ પાછળથી માથાને જમણી બાજુ કુહાડી ના ઘા ઝીંકી રમેશભાઈ લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા ત્યારે ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું

જયારે મૃતકના રમેશભાઈ ના પુત્ર ખોડાભાઈ વાઘેલાએ હળવદ પોલીસમાં હત્યાની ની ફરિયાદ આપતા હળવદ પોલીસે એ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આરોપીને પકડવા માટે હળવદ પોલીસ એ ચક્રોગતિમાન કર્યાં આ આ અંગે વધુ તપાસ હળવદ પી આઈ પી એ દેકાવાડીયા ચલાવી રહ્યા છે

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!