Varjang jaliya-Upleta વરજાંગ જાળીયા ગામે સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા રોડનું ખાત મુહુર્ત તેમજ નવી પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ઉપલેટા તાલુકાના વરજાંગ જાળીયા ગામે પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા નવા સિમેન્ટ રોડનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે ગ્રામજનોને સુખાકારી માટેની અને મોટા શહેર સુધી ધક્કાઓ ખાવા કે લંબાવું ના પડે તે માટે એક નવી પંચાયત ભવનનું પણ આ તકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાંસદ દ્વારા ગ્રામજનોની એક વધુ રજુવત એવી વેણુ નદી પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે નવો રોડ બનાવવા માટે રજુવાત પણ કરી હતી. ગ્રામજનોનું માંગ છે કે આ મંદિર પાસે નવો રોડ બનાવવામાં આવે તો મંદિર આવતા ભક્તોનો તેમજ ગ્રામજનોને આવન – જાવનમાં પણ સહેલાઇ રહે જેથી રજુવાત યોગ્ય જણાતા સાંસદ દ્વારા તુરંત ત્યાંથી જ તે માંગને લગતા અધિકારીને ટેલીફોનીક જાણ કરી અને શ્રદ્ધાળુ અને ગ્રામલોકોને સુવિધા મળી રહે તે માટેની કામગીરીનું નિરીક્ષણ કરાવવા સૂચન આપી અને યોગ્યક્ષમ કરી આપવાની આ તકે સૂચના પણ આપી હતી.
અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા
238 thoughts on “Varjang jaliya-Upleta વરજાંગ જાળીયા ગામે સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા રોડનું ખાત મુહુર્ત તેમજ નવી પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું.”
Comments are closed.