Banaskatha-યુવા સેના બનાસકાંઠા દ્વારા યુવા સેના – ગુજરાત પ્રદેશ ના સેકટરી રવિશ રામચંદાણી નું ભવ્ય સન્માન.
બળદેવભાઈ રાયકા ( જિલ્લા અધ્યક્ષ – યુવા સેના બનાસકાંઠા) ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ.
આજ રોજ તારીખ 12 – 12 – 2020 ના રોજ ડીસા ખાતે યુવા સેના ગુજરાત પ્રદેશ સેક્રેટરી રવિશ રામચંદાની એ ડીસા ની શુભેચ્છા મુલાકાતે આવેલ તે બાબતે યુવા સેના બનાસકાંઠા જિલ્લા દ્વારા તેમના અધ્યક્ષસ્થાને માર્ગદર્શન સાથે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવેલ…
તેમજ પ્રદેશ મંત્રી નું ભવ્ય સન્માન કાર્યક્રમ યુવા સેના બનાસકાંઠા જિલ્લા દ્વારા ફોટો મોમેન્ટ, સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી ભવ્ય સન્માન કર્યું.. તેમજ પ્રદેશ મંત્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારો ના નિમણૂક પત્રો અર્પણ કરાયા.. મોટરસાયકલ ઉપર સ્ટીકર લગાડવા નુ ઉદઘાટન કર્યું.. તેમજ તેમને સ્ટીકર વાળી નાની ડાયરી સુપ્રત કરી..
તે કાર્યક્રમમાં બળદેવભાઈ રાયકા (જિલ્લા અધ્યક્ષ), મહેશભાઈ મનવર (જિલ્લા ઉપાધ્યક્ષ), જયેશભાઇ પરમાર (ડીસા શહેર પ્રમુખ), નરસિંહભાઇ દેસાઈ (પ્રમુખ મીડિયા સેલ), શશીકાંતભાઈ ત્રિવેદી (સિનિયર એડવાઈઝર), દિનેશભાઈ દેસાઈ (લીગલ એડવાઈઝર), નારણભાઈ ભાગળિયા(જિલ્લા પ્રમુખ આઈ.ટી સેલ), તેમજ ડીસા નગરના પ્રબુદ્ધ નાગરિક, ચંદુભાઈ એ.ટી.ડી.(રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા), દિનેશભાઈ પુરોહિત (સ્થાપક પ્રમુખ યંગ બોય ગ્રુપ -ડીસા), સતિષભાઈ પંચાલ (ટ્રસ્ટી સાઈબાબા મંદિર), દિનેશભાઈ નાયક, ગલબાજી સંદેશા, રાજુભાઈ ઠક્કર (શિવસેના કાર્યકર્તા) જીતુભાઈ ઠક્કર ( ડાયરેક્ટર, સર્વિસ ઓફ સિક્યુરિટી ગાર્ડ) વગેરે આ
ભવ્ય સન્માન કાર્યક્રમા જોડાયા હતા.. અને કાર્યક્રમનુ એન્કરિંગ શશીકાંતભાઈ ત્રિવેદી દ્વારા અને આભારવિધિ જયેશભાઈ પરમારે કરી હતી..
358 thoughts on “Banaskatha-યુવા સેના બનાસકાંઠા દ્વારા યુવા સેના – ગુજરાત પ્રદેશ ના સેકટરી રવિશ રામચંદાણી નું ભવ્ય સન્માન.”
Comments are closed.