Gondal-Rajkot ગોંડલમાં નિખિલ દોંગા અને તેના બે સાગરીતોનું જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું.
ગોંડલનાં નામચીન નિખિલ દોંગા અને તેના બે સાગરીતોનું ગુજસીટોક ગુના હેઠળ જિલ્લા પોલીસવડા બલરામ મીણાની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું.આ તકે જેતપુરના એ.એસપી સાગર બાગમાર દ્વારા આ અંગેની તાપસ ચલાવવામાં આવી રહી છે. જેથી પોલીસ સ્ટાફની હાજરીમાં ગુના ના ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું.રીકન્સ્ટ્રક્શન પંચનામું કરતી વેળાએ ગોંડલના ડી.વાય.એસ.પી પ્રતિપાલ સિંહ ઝાલા ગોંડલ સીટી પી.એસ.આઈ બી.એલ.ઝાલા અને સીટી પોલીસ નો કાફલો હાજર રહ્યો હતો.

નામચીન શખ્સ નિખિલ દોંગા તેનો સાગરીત નવઘણ શિયાળ,શક્તિસિંહ ચુડાસમા સહિત નાં આરોપીઓ ને ત્રણ ખુણીયાથી પુનિતનગર યોગરાજ પાન વાળા રોડ પરથી તેના રહેણાંક મકાન અને ગુંદાળા રોડ ઉપર આવેલ યુદ્ધ એજ કલ્યાણ ની ઓફિસ બતાવામાં આવી હતી.છેલ્લા કેટલાક દિવસથી નિખિલ દોંગા ની રિમાન્ડ ચાલી રાહીછે જેથી આજે જિલ્લા પોલીસવડા બલરામ મીણા ની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધરતા તે જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

402 thoughts on “Gondal-Rajkot ગોંડલમાં નિખિલ દોંગા અને તેના બે સાગરીતોનું જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું.”
Comments are closed.