Morbi-મોરબી જિલ્લા ભાજપના નવા મહામંત્રી અને મંત્રીની વરણી થતા હળવદમાં ઢોલ નગારા વગાડી વધામણા કર્યા

મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વાર પ્રદેશ ભાજપ પ્રમુખના માગૅદશૅન હેઠળ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ પટેલ દ્વારા મોરબી જીલ્લાનું સંગઠન માળખું મજબૂત કરવા માટે મોરબી જિલ્લાન ભાજપ મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ, ખજાનચી સહિતના ૨૨ લોકોને સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી હળવદના પાયાના કાર્યકર એવા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રણછોડભાઇ દલવાડીની મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે વરણી કરાઈ હતી તેમજ મંત્રી તરીકે ભાજપના મહિલા કાર્યકર અને પાલિકાના ઉપપ્રમુખ એવા જશુબેન પટેલનની વરણી કરતા હળવદના સરાનાકે હળવદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી ફુલહાર સાથે ઢોલ નગારા વગાડી બંને નવા હોદ્દેદારોના મોં મીઠા કરી ને વધામણા કર્યા હતા. આ પ્રસંગે માકૅટીગ યાર્ડના પ્રમુખ રણછોડભાઈ પટેલ. બિપીનભાઈ દવે, હળવદ અનુસૂચિત જાતિ ભાજપ મોરચાના પ્રમુખ હરેશભાઈ પરમાર, ભાજપ આઇ ટી સેલના અધ્યક્ષ હિતેષભાઈ લોરીયા, પાલિકા સદસ્ય મનુભાઈ રબારી, અજયભાઈ રાવલ, નગરપાલિકાના સદસ્ય સતિષભાઈ પટેલ,બજરંગ દળના જિલ્લા સંયોજક ભાવેશભાઈ ઠક્કર, રમેશભાઈ દલવાડી . પાલિકાના સભ્ય સતીષભાઈ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બંને નવા વરણી થયેલને શુભેચ્છા પાઠવી હતી..

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!