Halvad-Morbi હળવદ ના સેવાભાવિ નવયુવાન અને શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે ની ભારતીય વેસ્ટર્ન રેલવે માં ડી.આર.યુ.સી.સી માં બોર્ડ મેમ્બર તરીકે નિમણૂક.
હળવદ ના સેવાભાવી નવયુવાન અને શહેર યુવા ભાજપ પ્રમુખ શ્રી તપનભાઈ દવે ની વેસ્ટર્ન રેલવે ના રાજકોટ ડિવિઝન માં ડી.આર.યુ.સી.સી બોર્ડ મેમ્બર તરીકે નિમણૂક થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે તપનભાઈ દવે નાની ઉંમર થી જ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે જીવદયા ગૌસેવા અને માનવસેવા ની સાથે સંકળાયેલ અનેક સેવાકીય પ્રવૃતિઓ માં ની:સ્વાર્થ ભાવે જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટી માં પણ વર્ષો થી નિસ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે અને સંગઠન જિલ્લા કક્ષા અને પ્રદેશ કક્ષા સુધી ની વિવિધ જવાબદારી સંભાળી અને હાલ હળવદ શહેર યુવા ભાજપ ની જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે તપનભાઈ દવે ને વેસ્ટર્ન રેલવે ના રાજકોટ ડિવિઝન ની ડી.આર.યુ.સી.સી કમીટી માં બોર્ડ મેમ્બર તરીકે નવીન જવાબદારી મળતા તપનભાઈ ને લાખ લાખ અભિનંદન ભવિષ્ય માં રેલવે સંબંધિત પ્રશ્નો ના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહી “સર્વ જન સુખાય , અને સર્વ જન હિતાય ” સૂત્ર ને ચરિતાર્થ કરે તેવી શુભકામનાઓ.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.