Jasdan-Rajkot કોણ કહે છે કે ભારત બંધનું એલાન નિષ્ફળ રહ્યું: 8 તરીખનું ભારત બંધ 7 તારીખની સંધ્યા ઢળે એ પહેલાં જ સફળ થઈ ગયું હતું.પ્રમુખ જસદણ શહેર કૌંગ્રેસ સુરેશભાઈ છાયાણી.
8 તરીખનું ભારત બંધ 7 તારીખની સંધ્યા ઢળે એ પહેલાં જ સફળ થઈ ગયું હતું
અને જસદણ ભાજપ ના આગેવાનો સાંજે ડિબેટ આવી કહે છે કે જસદણ મા બધું ખુલ્લું હતું અને જસદણ મા કૌંગ્રેસ મુક્ત થઇ ગયું છે
ત્યારે હું ભાજપ ના બની બેઠેલા આગેવાન ને કહેવા માંગું છું કે આવા ખોટા જૂઠાણું ફેલાવવાનું બંધ કરો.
આ વિસ્તાર રાજ્યના કેબિનેટ મંત્રી અને નિગમ ના ચેરમેન નો હોવા છતાં
જસદણ ના તમામ વેપારી લોકોએ પણ ખેડૂતો ને સાથ સહકાર આપ્યો અને ખેડુતો ના સમર્થન મા માર્કેટિંગયાર્ડ પણ બંધ રહ્યું હતું
જ્યારે 7 તારીખે ગુજરાતના મુખ્યમંત્રીએ પ્રેસ કોંફરન્સ કરીને વેપારીઓને અપીલ કરી કે બંધમાં ન જોડાશો ગુજરાતના ઇતિહાસમાં આ પહેલી ઘટના બની કે કોઈ મુખ્યમંત્રી એ બંધના આગલા દિવસે પ્રેસ કોંફરન્સ કરી અપીલ કરવી પડી
જ્યારે રાજ્યના પોલીસ વડાએ 144 નું જાહેરનામું બહાર પાડવું પડ્યું ત્યારે જ ગુજરાતના ખેડૂતોનો વિજય થઈ ગયો હતો
જ્યારે સરકારે પોલીસને આગળ કરી 7 તારીખ સાંજના 5 વાગ્યાથી ખેડૂત આગેવાનો, કાર્યકરો, રાજકીય પક્ષોના આગેવાનોની અટકાયત, ઘરે જ નજરકેદ કરવાનું ચાલુ કર્યું ત્યારે જ બંધનું આંદોલન તેની સફળતાની ચરમ સીમાએ પહોંચી ગયું હતું
એટલે ગુજરાતના ખેડૂતોના એક એક દીકરાને વિનંતી છે કે હવે દિલ્હી કૂચ કરવાનો સમય પાકી ગયો છે એક વાર્તામાં જેમ કહ્યું કે રાક્ષસનો જીવ નાભિમાં છે. એમ આ ખેડૂત આંદોલનમાં નિર્ણાયક ગુજરાતના ખેડૂતો જ બનશે એટલે હવે દિલ્હી કૂચ કરવાના નારા સાથે દિલ્હી તરફ આગળ વધવું જોઈએ અને છેલ્લે_ભારત બંધનો ઇતિહાસ રહ્યો છે કે ભારત બંધનું એલાન માત્ર 4 જ દિવસની ટૂંકી મુદ્દતમાં નહિ પણ 15 દિવસ થી એક બે મહિના અગાઉ જાહેરાત થાય એકાદ મહિનો એનું આયોજન થાય અહીં તો 4 તારીખે જાહેરાત થઈ ને 8 તારીખે ભારત સજ્જડ બંધ રહ્યું એ માટે ભારતના તમામ લોકો કે જેણે બંધ રાખવામાં રખાવવામાં યોગદાન આપ્યું તેનો એક ખેડૂતપુત્ર તરીકે પ્રમુખ જસદણ શહેર કૌંગ્રેસ સુરેશભાઈ છાયાણી આભાર.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.