Dhoraji -Rajkot ધોરાજી સબ જેલમાં રહેલા ત્રણ આરોપીઓ પાસેથી મળી આવી પ્રોહીબીશ વસ્તુઓ અને તેમનું નેટવર્ક.
બે મોબાઇલ – બે ચાર્જર, બીડી – માચીસ, તંબાકુના બનાવટની વસ્તુઓ મળી આવતા ચકચાર
મોબાઈલ દ્વારા બહારના વ્યક્તિઓ સાથે વાત કરી ચલાવતા હતા ગુનાહિત પ્રવૃત્તિઓનું નેટવર્ક
ધોરાજી શહેરમાં આવેલ સબ જેલમાંથી ચાલતું હતું ગુનાહિત પ્રવૃત્તિનું નેટવર્ક અને થતી હતી પ્રોહીબીશન વસ્તુઓની હેરાફેરી. ધોરાજી સબ જેલમાં સજા ભોગવી રહેલ ત્રણ આરોપીઓ જેલની અંદરથી પોતાનું નેટવર્ક ચલાવતા હતા અને આ નેટવર્ક ચલાવવા માટે તે વસ્તુઓની હેરાફેરી કરવા માટે પીવાના પાણીના જગનો ઉપયોગ કરતા હતા.
ગુનાહિત પ્રવૃત્તિઓની જાણ થતાં જેતપુર નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ધોરાજી પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી આમ તમામને સાથે રાખી અને તપાસ હાથ ધરી હતી અને આ ઓપરેશન કરતા ત્રણ આરોપીઓ પાસેથી બે મોબાઇલ, બે ચાર્જર, માચીસ, તમાકુના બનાવટની વસ્તુઓ જેમકે બીડી, તમાકુની પડીકીઓ તેમજ માવાઓના પાર્સલ મળી આવેલ હતા.
આ રોપી નંબર (૧):-
વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી રવજીભાઈ બગડા (બેરેક નંબર – ૧)
આરોપી નંબર (૨):-
નવનીતભાઈ પ્રહલાદભાઈ ચલ્લા (બેરેક નંબર – ૪)
આરોપી નંબર (૩):-
સલીમ ઉમરભાઈ સાંઘ ઉર્ફે અલી શરીફભાઈ સાંઘ (બેરેક નંબર -૭)
પકડાયેલા આરોપીઓમાં વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી રવજીભાઈ બગડા પોલીસને પણ ડરાવતો અને આ ડરાવવા માટે તે ત્યાં પડેલા લાદીના કટકાથી પોતાને બીજા પહોંચાડતો જેથી પોલીસ ડરી જાય પરંતુ પોલીસ આવી પ્રવૃત્તિઓથી ડરી નહીં.
આ ત્રણેય આરોપીઓ જેલમાંથી પણ પોતાનું નેટવર્ક ચલાવતા હતા તેમજ બહારના વ્યક્તિઓ સાથે મોબાઈલ મારફત વાતચીત કરી અને પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓનું નેટવર્ક પણ ચલાવતા હતા.
આ સાથે જેતપુર નાયબ પોલીસ અધિક્ષક દ્વારા એવું પણ જણાવાયું છે એ આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં હજુ પણ વધુ તપાસ ચાલુ છે અને આમાં જે કોઈની બેદરકારી અને સંડોવણી હોવાનું સામે આવશે તેમના વિરુદ્ધ ખાતાકીય પગલાં પણ લેવામાં આવશે.
આ કામગીરી કરનારમાં રાજકોટ જિલ્લાના જેતપુર ડિવિઝન એ.એસ.પી. સાગર બાગમાર, ધોરાજી પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.એ. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ ધોરાજી તેમજ રાજકોટ જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાન્ચના પી.એસ.આઇ. એચ.ડી. હિંગરોજા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ:- આશિષ લાલકિયા – ધોરાજી