Gondal-Rajkot ગોંડલ તાલુકા ના ઘોઘાવદર ગામે થી ઘુવડ ના સાત બચ્ચાને બચાવવામાં આવ્યા.
ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે વાડી માલીક દિલીપભાઈ ભંડેરી અને વિનોદભાઈ જાની સ.હોસ્પી.ગોંડલની સતર્કતાથી પ્રકૃતિનું રૂપાળું સર્જન રેવીદેવી ઘુવડ કે જેને અંગ્રેજીમાં બાર્નઆઉલ કહેવામાં આવેછે તેના સાત સાત બચ્ચા તેની માઁ વિના પરેશાન થતા હતા.તેને ગોંડલના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ને ટેલિફોનિક જાણ કરતા તુરતજ દિલીપભાઈ ભંડેરી ની વાડીએ પહોંચી જઇ આ બાર્નઆઉલ રેવીદેવી ઘુવડ ના તમામ સાત બચ્ચા ને રેસ્ક્યુઝ કરી ગોંડલ વન વિભાગ કચેરી ને સુપરત કરવામાં આવેલ.
વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ અન્વયે આ બાર્નઆઉલ ઘુવડ પક્ષી કાયદાકીય રીતે સુરક્ષિત જાહેર કરવામાં આવેલ હોય તેમજ તમામ ઘુવડ પ્રજાતિ ના પક્ષીઓને કાયદા થી રક્ષિત જાહેર કરેલ હોય તેને રાખવા,પકડવા કે કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવી ગુન્હો બને છે..
ઘોઘાવદર ના દિલીપભાઈ ભંડેરી અને વિનોદભાઈ જાની સ.હોસ્પી. ગોંડલની સમયસૂચકતા અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ની ત્વરિત રેસ્ક્યુઝ સેવા થી બાર્નઆઉલ ઘુવડ ના સાત બચ્ચા ની જિંદગી બચી જવા પામેલ છે…હિતેશભાઈ દવે દ્વારા આ બચ્ચાઓને ગોંડલ વન વિભાગ કચેરી ને સુપરત કરવામાં આવેલ હતા…