Dhoraji-Rajkot ધોરાજી તાલુકાના મોટા ગુંદાળાના ચેકડેમમાં ડુબ જવાથી ૨ તરૂણીના મોત નીપજતા દેવીપૂજક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.


પ્રાપ્ત માહિતી મુજબ સોનલબેન સુરેશભાઇ ચેખલીયા (દેવી પૂજક-ઉવ. ૧૮) અને ગોપીબેન નીરવભાઇ ખાવડીયા (દેવીપૂજક ઉવ.૧૫) મોટા ગુંદાળાના ચેકડેમ બાજુ કુદરતી હાજતે ગયા હતા.
ત્યારે કોઇ કારણસર ડેમમાં અકસ્માતે ડુબતા બીજી છોકરીએ બચાવવા જતા બને પાણીમાં ગરકાવ થઇ જતા પરીવારજનોએ મોટા ગુંદાળા ગામના સરપંચ વિપુલભાઇ ઢોબરીયાએ જાણ કરી હતી.
ભગવાનજીભાઇ પોલટા, રમેશભાઇ કોટડીયા, દિપક બાચરોલીયા, જતન હિરપરા, કાનજી શીંગાળ, સહીતના હોડી લઇ મૃતદેહને ડેમમાંથી મહામહેનતે બહાર કાઢી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ.
આ બનાવની જાણ થતા માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી સહીતના હોસ્પિટલ ખાતે  દોડી ગયેલ હતા.

રીપોર્ટર સકલૈન ગરાણા ધોરાજી

error: Content is protected !!