Halvad-Morbi હલવદ ના ધનાળા ગામના પાટિયા પાસે એમ્બ્યુલસ પલટી મારતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત.

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના એક જ પરિવારના 5 સભ્યો અમદાવાદ પોતાના પુત્ર દાઝી જતાં સારવાર  માટે ગયેલ  પરંતુ સારવાર દરમિયાન રજા આપતા અમદાવાદથી પરત માડવી જતા હતા તે દરમિયાન જ હલવદના ધનાળા ગામના પાટિયા પાસે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા એમ્બ્યુલસ  પલટી મારતા  ભુજ જિલ્લાના માંડવી તાલુકાના નાની ઉનબોઠ ગામના 59 વર્ષ ના વાલજીભાઈ કાનીયા ભાઈ ગઢવી. ૬૧ વર્ષના કાનાભાઈ પબુભાઈ ગઢવી. 25 વર્ષના યુવાન વસંતભાઈ હરિભાઇ ગઢવી સહિતના ‌પિતા પુત્ર અને મામા નું  ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

જ્યારે ઇજાગ્રસ્ત રામભાઇ નારણભાઈ ગઢવી .પીન્ટુભાઇ કાનજીભાઈ હળવદીયા  અને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા  બનાવ ની હળવદ પોલીસને થતા પી સી આર ના પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા તેમજ હળવદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાધિકાબેન રામાનુજ બીટજમાદાર ગીરીશદાનગઢવી તેમજ પ્રફુલભાઈ સહિતના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારે બાદ બનાવ ની જાણ હળવદ 108 ને થતાં  ત્રણેય ‌મૂતક અને બે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા મોરબી સારવાર માટે લઇ જવામાં આવ્યા બનાવની જાણ હળવદ પોલીસને  ઘટના સ્થળે હળવદ સરકારી હોસ્પિટલે લાવવામાં આવેલ ત્યારે ફરજ પરના ડો  અશ્વિનભાઈ આદ્રોજા પીએમ કર્યા બાદ મૃતકના  લાશને પરિવારજનોને સોંપી હતી લઈ  અંતિમ વિધિ કરવામાં માટે લાશને ને માદરે વતન માંડવી તાલુકામાં  લઈ જવામાં આવી હતી

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!