Upleta -Rajkot ઉપલેટા કોંગ્રેસ સમિતિ દ્વારા સંસદમાં પસાર કરેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આવેદન સૂત્રોચ્ચાર કરી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરેલ ત્રણ ખેડુત વિરોધી કાયદાઓને લઈને દિલ્હીની અંદર ખેડૂતોનું મહા આંદોલન ચાલી રહ્યું છે તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ સંસદમાં પસાર કર્યા છે તે કાયદાઓ ખેડૂતો વિરોધી છે.
ભારત દેશની કેન્દ્ર સરકારે કૃષિ સંબંધિત ત્રણ કાયદા બનાવ્યા છે તેમાં આવશ્યક ચીજવસ્તુઓ કાયદા સંશોધન 2020, એ.પી.એમ.સી. બજાર સમિતિ કાયદા વટ હુકમ એટલે કે કૃષિ ઉપજ વાણિજ્ય અને વેપાર સંવર્ધન અને સુવિધા વટહુકમ 2020 તેમજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતી મૂલ્ય આધારિત આશ્વાસન સમજૂતી કૃષિ સેવા 2020 ના કાયદાઓ બનાવ્યા છે.
આ કાયદાઓ અંગે દેશના ખેડૂતોએ કોઈપણ જાતની માંગ કરેલ નથી. આ કાયદાઓ બનાવતા પહેલા ખેડુત સંગઠનો પાસે કોઇપણ જાતનો સૂચન કે અભિપ્રાય પણ મેળવેલ નથી તેમજ દેશના સંઘરાજ્ય પાસે આ કાયદાઓ અંગે કોઈ ચર્ચાઓ પણ કરેલ નથી આથી આ કાયદાઓના રચનાથી ખેતીનું કંપની કરણ થઈ જશે. આ કાયદાથી ખેડૂતોને ભવિષ્યમાં ગંભીર આર્થિક અસરો પણ પડશે.
આ વટ હુકમ ખેડૂતોના હિતમાં હોવાનું બતાવીને ખેડૂતોનું શોષણ કરનાર વેપારી વર્ગ અને મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવતા આ વટહુકમનો કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે એટલું જ નહીં આ કાયદાને પાછો ખેંચવાની પણ માગણી કરી રહી છે.
ખેડૂતોનું હિત શેમાં છે અને તેમાં નથી તે ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનો પૂરી રીતે જાણે છે ત્યારે કોંગ્રેસ દ્વારા હાલ કાળા કાયદાનો વિરોધ કરવામાં આવે છે એટલું જ નહીં આ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં આંદોલન ચલાવતા હરિયાણા, પંજાબ અને બિહારના ખેડૂતોને પણ કોંગ્રેસ દ્વારા સમર્થન જાહેર કરાયું છે એટલું જ નહીં જો આ કાળા કાયદા સમાન વટહુકમ પાછો નહીં ખેંચવામાં આવે તો ગુજરાતના ખેડૂતો પણ ટ્રેક્ટર લઈને દિલ્હીમાં ચાલતા આંદોલનમાં જોડાશે અને ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરવા દિલ્હી પહોંચશે તેવું કોંગ્રેસ દ્વારા જણાવાયું છે.
અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા