Upleta-Rajkot ઉપલેટા મોજ સિંચાઇની કેનાલમાં તંત્રની ઢીલી નીતિના કારણે કચરો ફસાતા પાણી ઉભરાઈને ખેડૂતોના ખેતરોમાં ફળી વળ્યું : કેનાલનું પાણી ગાડા માર્ગ થઈ બે કિલોમીટર કરતાં વધારે આગળ શહેરની સોસાયટી સુધી પહોંચ્યું.

ઉપલેટામાં આવેલ મોજ ડેમના સિંચાઇ વિભાગની D2 કેનાલમાં તંત્રની લાલિયાવાડી અને સફાઈના અભાવે આજે કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં કચરો કૂંડીમાં સફાઈ જતા કુંડીમાંથી પાણી ઉભરાઈ જવા પામ્યું હતું. આ ઉભરાયેલા પાણી ખેતરોના ગાડા માર્ગો પરથી તેમજ ખેડૂતોના ખેતરોમાંથી પસાર થઈ અને છેક શહેર સુધી પહોંચ્યું હતું. તંત્રની લાપરવાહીના કારણે જે પાણી પિયત માટે ફાયદો કરાવવા માટે આપવામાં આવ્યું તે પાણી ખેડૂતોને નુકશાન કારક સાબિત થયું છે અને ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.


આ સાફસફાઈ અંગે ખેડૂતો તેમજ આગેવાનો દ્વારા તંત્રને અનેક રજુવાત કરી હતી પરંતુ આ રજુવાત અને માંગણી તંત્ર દ્વારા કેટલા હદે સ્વીકારાઈ છે અને તેમનું કેટલું યોગ્ય નિકાલ મળ્યું છે

તે પણ અહીંયા સાબિત થાય છે ત્યારે આવું બેદરકારી અને લાલિયાવાડી સામે આવતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે અને ખેડૂતોના શિયાળુ પાકને નુકશાન પણ થવા પામ્યું છે ત્યારે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરાયા છે અને આમાં અધિકારીઓની મીલીભગત પણ હોય તેવું પણ જણાવેલ છે.
આ તંત્રની લાલિયાવાડી ને કારણે ખેડૂતોમાં રોષ પણ છે અને આ રોષે ભરાયેલા ખેડૂતોની તંત્ર પાસે તેવી પણ માગણી છે કે જે તંત્રની ભૂલના કારણે નુકસાન થયું છે અને જે વાવેલો પાક છે તે નુકસાન થવા પામ્યો છે અને નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે તેનું વળતર સરકાર અને જવાબદાર તંત્ર આપે તેવી પણ માંગ કરી છે
અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા

error: Content is protected !!