Bhayavadar-Rajkot ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના મોટીવાવડી ગામે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેતી રાજકોટ રૂરલ એલ.સી.બી.
પર પ્રાંતીય મજૂર પાસેથી મળી આવી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૭૭ જેટલી બોટલો
રાજકોટ રૂરલ એલ.સી.બી. ટીમ ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ કૌશિક જોશીને મળે સંયુક્ત હકીકતના આધારે મોટીવાવડી ગામની સીમ તાલુકો ધોરાજીમાં રેડ કરી હતી જેમાં ઇંગ્લિશ દારૂની ૧૮૦ એમ.એલ. ની ૭૫ બોટલ કિંમત રૂપિયા ૭૫૦૦/- તથા ૭૫૦ એમ.એલ. ની ૦૨ બોટલ કિંમત રૂપિયા ૬૦૦/- મળી કુલ ૭૭ બોટલ અને એક મોબાઈલ કિંમત રૂપિયા ૫૦૦/- ના મુદ્દામાલ સાથે આદિવાસી રમેશભાઈ ભારતસિંહ સિંગાડ નામના એક ઇસમને ઝડપી પાડેલ.
આ પકડાયેલા આરોપી હાલ મોટીવાવડી મનુભાઈ ભૂરનભાઈ ડઢાણીયાની વાડીએ રહે છે જે મૂળ મધ્ય પ્રદેશ જિલ્લો જાંબુઆ તાલુકો રાણાપુરા ગામ જુનાગાવનો રહેવાસી માલુમ પડે છે.
અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા