Dhoraji-Rajkot ધોરાજી ની આદર્શ શાળાના ધોરણ પ ના વિદ્યાર્થીઓએ સરકારી હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફને ચિત્રો આપી સન્માનીત કર્યાં.


આ તકે નાના નાના વિદ્યાર્થીઓએ જણાવેલ કે આ કોરોનાની મહામારીમાં પોતાના પરીવાર અને સ્નેહીઓથી દુર રહી કોરોનાના દર્દીઓની સેવાઓ કરતા ધોરાજી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો. રાજ બેરા, ડો. અંકિત પરમાર, ડો. અંજલીબેન તલરેજા, ડો. પાર્થ મેઘનાથી, ગીરાબેન ગોસ્વામી તેમજ નર્સીંગ તથા અન્ય સ્ટાફનું નાના નાના બાળકોએ ચિત્રો આપી મેડીકલ સ્ટાફની સેવાઓ બિરદાવી હતી.
આ તકે દીપા વડાલીયા અને વેદ જાગાણી સહિતના વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓએ પણ હાજર રહી મેડીકલ સ્ટાફની સેવાઓને બિરદાવી હતી.

ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.

error: Content is protected !!