Halvad-Morbi હળવદ સર્વેલન્સ સ્કોડ ની વરલી મટકા અને ઘોડી પાસા જુગાર પર લાલ આંખ. સતત ત્રીજા દિવસે ચાર આરોપી ઝડપી પાડયા.
હળવદમાં વરલીનો જુગાર બેફામ, ફૂલ્યોફાલ્યો છે ત્યારે હળવદ પીઆઇ પી.એ.દેકાવાડીયા માર્ગદર્શન નીચે સર્વેલન્સ સ્કોડ ની ટીમે હળવદ નાં મોરબી દરવાજા વિસ્તાર મોટા ફળિયામાં ખુલ્લામાં વરલી મટકા નો જુગાર અને ઘોડી પાસા નો જુગાર રમતા ચાર આરોપીને ઝડપી પાડયા હતા.
હળવદ પંથકમાં વરલીના જુગારની જાણે કે મોસમ ખુલી હોય વરલીનો જુગાર રમતા જુગારીઓ સતત પકડાઈ રહ્યા છે જેમાં ભવાનીનગર .વિનોબા ગ્રાઉન્ડ,પાસે થી ઇસમને વરલીનો જુગાર રમતા ઝડપી પાડયા હતા, ત્યારે સતત બીજા દિવસે હળવદ પીઆઇ પી.એ.દેકાવાડીયા ના માર્ગદર્શન નીચે સર્વેલન્સ સ્કોડ ના દેવેન્દ્રસિંહ ઝાલા.બીપીનભાઈ.
મુંમભાઈ.એ બાતમીના આધારે હળવદ નાં મોરબી દરવાજા મોટું ફળિયું ખુલ્લામાં વરલી મટકા અને ઘોડી પાસા. વરલી ફીચરના આંકડા જુગાર રમતા હોય જે બાતમીને પગલે પોલીસે દરોડો કર્યો હતો.જેમા ૪ આરોપી
૧ રજાકભાઈ અહમદ ભાઈ ભટ્ટી
૨ જાકીરભાઇ દાઉદ ભાઈ ચૌહાણ
૩ એહમદ કાસમ ભટ્ટી
૪ અલ્લાઉદ્દીન મોહમ્મદભાઈ ચૌહાણ ને ઝડપી લઈને રોકડ રકમ ૧૧૯૧૦ સહીત મુદામાલ જપ્ત કર્યો હતો,ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અચાનક દરોડા પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.