Gondal-Rajkot ગોંડલ યુવા કૉંગ્રેસ દ્વારા સરકારી હોસ્પિટલ મા ડોક્ટરો ની ભરતી અંગે આવેદન અપાયું.
ગોંડલ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જનકસિંહ જાડેજા (કાલમેઘડા) ની આગેવાની મા સરકારી હોસ્પિટલ અધિક્ષક ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે હાલ સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી ડોક્ટર તેવા આંખ, કાન, ચામડી ના તેમજ હાડકાના ડોકટરોની જગ્યા ખાલી પડેલ છે જેના લીધે દર્દીઓને ને બહાર ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડે છે.
ઓપરેશન ની સુવિધા હોવા છતાં ડોક્ટરોના અભાવે દર્દીઓને અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી પડે છે.ગોંડલ ઉપરાંત લોધિકા તેમજ કોટડા સાંગાણી તાલુકા અનેક ગામડાઓના લોકો સારવાર માટે ગોંડલ આવતા હોઈ જેથી વહેલી તકે ખાલી પડેલ ડૉક્ટરો ની જગ્યા ભરવામાં આવે તેવી ગોંડલ શહેર યુવા કૉંગ્રેસ પ્રમુખ ધર્મેશ બૂટાણી, કુલદીપસિંહ જાડેજા (કેરાળી), યુવા કૉંગ્રેસ આગેવાન રુષભરાજ પરમાર, મોહિત પાંભર, મહંમદ ટીકડ, સંદીપ હિરપરા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.