Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજી માં હાલાકી રવિવારી બંધ થતાં ફેરિયા પાથરણા વાળાની રોજગારી થઇ ‘લોક’, કોરોનાને લીધે તંત્રના નિર્ણયથી ગરીબોને મોંઘી વસ્તુઓ લેવી પડી રહી છે.
ધોરાજીમાં કોરોના મહામારીના પગલે રવીવારી બજાર બંધ થતાં ઘણા નાના ફેરિયા,પાથરણા વાળાઓની રોજગારી બંધ થઇ ગઇ છે. જો કે મોટા શહેરોમાં આવી બજારને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને મંજુરી આપવમાં આવી છે. પરંતુ ધોરાજીમાં આવી બજાર બંધ રાખવાના વહીવટી તંત્રના નિર્ણયના લીધે ગરીબો અને વંચિતોને ફરજિયાત મોંઘી વસ્તુઓ ખરીદવી પડી રહી છે. વિવિધ શહેરોમાં અલગ અલગ દિવસે ઓપન બજારો ભરાતી હોય છે. ત્યારે ધોરાજી માં દર રવિવારે સસ્તી ચીજ વસ્તુઓ માટે રવિવારી બજાર ભરાતી હતી. જે લોકડાઉન બાદ સદંતર બંધ થઇ જવા પામી છે.
જેના કારણે ઘણા પાથરણાવાળાં, નાના ફેરિયાઓનો ધંધો રોજગાર બંધ થયો છે. આ રવિવારી બજારમાં ગરીબ, મધ્યમ પરિવારને જોઈએ અને પરવડે તેવી ચીજ વસ્તુઓ ખરીદી શકે. બીજી તરફ કપડાં બુટ ચપ્પલ અને વિવિધ વસ્તુઓના વિક્રેતા પણ સામાન્ય વર્ગમાંથી આવતા હોય છે. તેઓ પણ દિવસ આખાનો તડકો વેઠી સાંજ પડ્યે બે પૈસા રળી ખાતા હોય છે.ત્યારે કોરોના મહામારીના લોકડાઉન સમયથી આ રવિવારી બજાર સદંતર બંધ થઈ છે, અને તેના લીધે રવિવારી બજારમાં વેપાર ધંધો કરીને ગુજરાન ચલાવતા ફેરીયા પાથરણા વાળાં ઓ બેરોજગાર બની ગયા છે
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.