Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા નાં ધોરાજીમાં ઈંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ધોરાજી રાજકોટ ગ્રામ્ય પોલીસ.
પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા ના તથા જેતપુર ડીવીઝન ના એ એસ પી શ્રી સાગર બાગમાળ નાઓ એ પ્રોહી જુગાર ની પ્રવૃત્તિ નેશ નાબૂદ કરવા અંગે સૂચનાઓ આપેલ હતી જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ એ જાડેજા ના માગૅદશૅન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના પો કોન્સ સહદેવસિંહ ચોહાણ તથા પ્રદીપસિંહ ચુડાસમા ને બાતમી રાહે ચોક્કસ હકીકત મળેલ કે જમનાવડ ગામ તરફ થી એક નંબર વગર ની કાળા કલરની ઓટો રીક્ષામાં શંકાસ્પદ પાર્સલો ભરીને આવે છે સદરહુ ઓટોરિક્ષા ચેક કરતાં પાછળ ની સીટ તથા ડેકીમાં પાર્સલ ખોલી જોતાં તેમાં ઇંગ્લિશ દારૂ ની બોટલો હોય જેથી તે તમામ પાર્સલ ખોલી જોતા તમામ પાર્સલો માં ઈંગ્લીશ દારૂની બોટલ હોય જેમાં ભારતીય બનાવટની પરપ્રાંતિય ભારતીય બનાવટ ની ઇંગ્લિશ દારૂની બોટલો તથા બીયરના ટીન મળીને કુલ નંગ ૫૦૮ કિંમત રૂપિયા ૬૨૪૦૦ તથા મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૩૦૦૦ તથા ઓટો રીક્ષા ની કિંમત રૂપિયા ૧૦.૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિ રૂ ૭૫.૪૦૦ ના મુદામાલ સાથે મળી આવતા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી (૧)નવાજ અમીનભાઇ ડોસાણી જાતે મેમણ ઉ.વ ૨૩ ધંધો ડ્રાઇવિંગ રહે ધોરાજી ચિસ્તીયા કોલોની (૨) સલીમ ઉર્ફે બાબર ખુરેશી ધોરાજી ચકલા ચોક (૩) ઇમરાન જુમ્મા ખુરેશી રહે ધોરાજી ચકલા ચોક (નંબર ૨-૩ ને અટક કરવા બાકી
કામગીરી કરનાર અધિકારી કર્મચારી ના નામ
(૧) એચ .એ . જાડેજા પો ઈન્સ ધોરાજી પોલીસ (૨) ચંદ્રસિંહ વસૈયા પો.હેડ.કોનસ .(૩) રવજીભાઈ હાપલીયા પો.હેડ કોન્સ (૪)અનીરૂધ્ધસિંહ સુરૂભા ઝાલા પો.હેડ કોન્સ (૫) રવિરાજસિંહ જાડેજા પો.કોન્સ(૬) પ્રદીપસિંહ ચુડાસમા પો.કોન્સ (૭) સહદેવસિંહ ચૌહાણ પો.કોન્સ
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.