ગોંડલ શહેર ના પ્રોહી જુગારના લીસ્ટેડ બુટલેગરો વીરૂધ્ધ ત્રણ ઇસમની હદપારી..
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ તથા ના.પો.અધી. ગોંડલ પી.એ.ઝાલા સાહેબના ઓ તરફ થી દારૂ તથા જુગાર ની બદી ને નેસ્તનાબુદ કરવા માટે સુચનાઓ આપેલ જે અન્વયે ગોંડલ સીટી પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર એસ. એમ.જાડેજા તરફ થી દારૂ તથા જુગાર ના ગુન્હા ઓ મા સંડોવાયેલ આરોપી ઓનો ગુનાહીત ઇતીહાસ તપાસી અને આવી બદી ઓ ને અંકુશમા લાવવા માટે ગોંડલ શહેર ના પ્રોહી જુગાર ના લીસ્ટેડ બુટલેગરો વીરૂધ્ધ ની હદપારી ગોંડલ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સમક્ષ મુકતા આજરોજ નીચે મુજબના ઇસમો ની હદપારી દરખાસ્ત મંજુર થઇ આવતા તેઓને રાજકોટ ગ્રામ્ય તથા રાજકોટ શહેર માંથી હદપાર કરેલ છે…
હદપાર કરેલ ઇસમો (૧) અર્જુનભાઇ મહેન્દ્રભાઇ ચૌહાણ રહે. મોટી બજાર, બાવાબારી શેરી, ગોંડલ (૨) મુસ્તાક ઉર્ફે બાદશાહ કાદરભાઇ મુળીમા રહે. બસ સ્ટેન્ડ પાછળ, સુમરા સોસાયટી ગોંડલ (૩) વિનુભાઇ શામજીભાઇ ગોહેલ રહે. ધોધાવદર ચોક, ગોંડલ
કામગીરીમાં જોડાયેલ અધી/સ્ટાફ:- પો.ઇન્સ.એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ. ડી.પી. ઝાલા તથા પો.હેડ.કોન્સ. હરેન્દ્રસિંહ જાડેજા તથા જયદીપસિંહ ચૌહાણ તથા યુવરાજસિંહ જાડેજા તથા વીરભદ્રસિંહ વાધેલા તથા પો.કોન્સ. જયસુખભાઇ ગરાભંડીયા તથા જંયતીભાઇ સોલંકી સહિતના જોડાયા હતા,