Jasdan-Rajkot આંબરડી જીવન શાળાના આચાર્યે ખોટું રાજકીય દબાણ આપી 30 નિર્દોષ લોકોને જેલ હવાલે કર્યા હોવાના આક્ષેપો સાથેનું જસદણ પ્રાંતને આવેદનપત્ર અપાયું.

Loading

કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમ થકી જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, જસદણના આંબરડી ગામની જીવન શાળાના આચાર્ય ખોડાભાઈ ખસીયા મારફતે ખોટું રાજકીય દબાણ આપી 30 જેટલા નિર્દોષ લોકોને ખોટી રીતે પોલીસ પાસે માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જેના વિરોધમાં જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં આ બનાવની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને આ બનાવમાં ખરેખર જે લોકો નિર્દોષ છે તેને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે તેમજ આરોપીઓને સજા કરવામાં આવે તેવી કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.

એક રાજકીય આગેવાન દ્વારા 30 નિર્દોષ લોકોને ખોટી રીતે રાજકીય દબાણ આપી અને પોલીસ પાસે માર ખવડાવવામાં આવે તે વ્યાજબી ન કહેવાય. તમામ લોકોને ન્યાય મળે તે માટે કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ તકે કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા, મહામંત્રી રસિકભાઈ કાણોતરા, ખજાનચી જયંતીભાઈ ગોહિલ, મહામંત્રી જયંતિભાઈ હાંડા તેમજ રમેશભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બનાવમાં યુદ્ધના ધોરણે તટસ્થ તપાસ કરવામાં આવે અને નિર્દોષ લોકોને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે તેમજ તાત્કાલિક છોડી દેવામાં આવે તેવી અંતમાં માંગણી કરવામાં આવી હતી.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!