Uoleta-Rajkot ઉપલેટા પંથકમાં રવિ પાક માટે કેનાલમાં પાણી નહીં છોડવામાં આવતા ખેડૂતો ચિંતિત.
ઉપલેટા પંથકના ખેડૂતો રવિ પાક માટે સિંચાઇના પાણીની માંગ કરી રહ્યા છે કેમ કે અહીંયા ઉપલેટા પંથકમાં રવિ પાકનું વાવેતર તો પુષ્કળ પ્રમાણમાં થયું છે પરંતુ હજુ સુધી કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવામાં નથી આવ્યું જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
ઉપલેટા પંથકના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. ઉપલેટા પંથકમાં રવિ પાકનું વાવેતર કરી રહેલા ધરતી પુત્રો સિંચાઈ માટેના પાણીની આસ લગાવીને બેઠા છે કેમ કે ઉપલેટા પંથકના ખેડૂતોનું કહેવું છે કે આં વર્ષે સારા એવા વરસાદના કારણે ઉપલેટા પંથકના મોજ અને વેણુ ડેમમાં હાલ પુષ્કળ અને પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે છતાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં ઠગા ઠૈયા થઈ થયા છે.
તાત્કાલિક ધોરણે ખેડૂતોને સિંચાઇ માટે પાણી આવામાં આવે તો આવનારા રવિ પાકનું ખેડૂતોને સારું ઉત્પાદન મળે. ઉપલેટા મોજ અને વેણુના સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવેલ કે ખેડૂતોને રવિ પાકના પિયત માટે તાત્કાલિક ધોરણે પાણી મળી રહે એ માટે સિંચાઇ વિભાગ દ્વારા પ્રયત્ન ચાલુ જ છે અને ખેડૂતોને વહેલી તકે સિંચાઇનું પાણી મળે તે માટે સિંચાઇ વિભાગ કાર્યરત છે અને હાલ કેનાલની સફાઈ અને રીપેરીંગ કામ ચાલુ હોવાથી હાલ પાણી છોડવામાં વિલંબ થશે અને અંદાજિત ૨૫ નવેમ્બર સુધી પાણી સિંચાઇ માટે આપી દેવામાં આવશે તેવું જણાવેલ.
ઉપલેટા:-આશિષ લાલકીયા દ્વારા.