Jasdan-Rajkot સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ દાદાને 56 ભોગ વાનગી ઓનો અન્નકૂટ ધરાયો.
જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ દાદાને જુદીજુદી 56 વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર શ્રી ઘેલા સોમનાથ મહાદેવના દર્શન અર્થે દેશભરમાંથી આવતા હજજારો દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. ઈતિહાસમાં અનેરું મહત્વ ધરાવતા શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં ભાવિકજનોની પાણીથી લઈને આરોગ્ય સુધીની વ્યવસ્થા મંદિરના વહીવટદાર મનુભાઈ શીલુ દ્વારા કરવામાં આવી રહી છે. આ તકે ઘેલા સોમનાથ દાદાને ધરવામાં આવેલ 56 વાનગીઓના અન્નકૂટના ભાવિકજનોએ સોશિયલ મીડીયાના માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.