Jasdan-Rajkot પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના કડુકા ગામે રૂ.૧૩.૧૯ લાખના ખર્ચે થનારા વાસ્મોના તથા રૂ.૩૮.૩૯ લાખના ખર્ચે કડુકા- ધારૈઇ રસ્તાનું ખાતમુર્હૂત કરાયુ.
રાજયના પાણી પૂરવઠા અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના કડુકા ગામે રૂ.૧૩.૧૯ લાખના ખર્ચે થનારા વાસ્મો યોજનાના તથા રૂ.૩૮.૩૯ લાખના ખર્ચે કડુકા- ધારૈઇ રસ્તાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દ્વારા લોકોને રસ્તા, ગટર, વીજળી, પાણી સહિતની પાયાની સુવિધા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે.
કડુકામાં પણ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે રસ્તાના કામો થશે. આ માર્ગ બની જતા મુસાફરો-વાહન ચાલકોને અવરજવરમાં સુવિધા પ્રાપ્ત થશે. તેમજ નલ સે જલ યોજના અન્વયે પાણી વિતરણની પાઇપલાઇન(ઘર કનેકશન) સાથેના કામો પણ થનાર છે. જેથી લોકોને પાણી વિતરણની સુવિઘા સુંદર અને સુદઢ બનશે. ગામના દરેક ઘરોને નળ કનેકશન પણ પ્રાપ્ત થશે આ કાર્યક્રમમાં સરપંચશ્રી પ્રભુભાઇ, આગેવાનો શ્રી હરેશભાઇ હેરભા, શ્રીમતી જશુબેન બેરાણી, શ્રી વિનુભાઇ માંડાણી, શ્રી ભનાભાઇ ગોહિલ, શ્રીમતી વિલાશબેન અણીયાળિયા, શ્રી સોમાભાઇ માલકિયા, શ્રીમતી સોમીબેન કારેલિયા, શ્રીમતી ભાવુબેન માંડાણી, શ્રી રઘુભાઇ ખાચર, શ્રી ઘનશ્યામભાઇ સોલંકી, શ્રીમતી આયકુબેન હેરભા, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી હેમત ડાંગર અને શ્રી જોષી, યુનિટ મેનેજરશ્રી નીતિનભાઇ રૂપારેલિયા, શ્રી વિપુલ ડેરવાલિયા, શ્રી સંજય પાનસુરિયા, શ્રી મેઘજીભાઇ ડાભી, અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.