Halvad-Morbi હળવદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરી શહેરની જનતાને સુરક્ષીત સલામતી રાખવા માટે સુચનો કર્યા.
હળવદ પી આઈ પી એ દેકાવાડીયા ના માર્ગદર્શન નીચે હળવદ પી.એસ.આઈ પી.જી. પનારા તથા સ્ટાફના જવાનો દ્વારા દ્વારા શહેર ના વિવિધવિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ ઉપરાંત હળવદ શહેરની જનતાને દિવાળીના તહેવારોમાં ચોર, ચીટર, લુખ્ખા તત્વો, છેડતી કરતા ઈસમો, છારાં ગેંગ, દેવીપૂજક ગેંગ, પોલીસની ઓળખ આપી લૂંટ તથા ચોરી કરતી ગેંગથી સાવચેત રહેવા,મોઢે માસ્ક પહેરવા. ટ્રાફિક નિયમનું ચુસ્તપણે પાલન કરવું. ટ્રાફિક ના થાય .
શહેરીજનોને સાવચેત રહેવા જાણ કરવા આવી હતી. શહેરના મેનબજાર.સરારોડ.લનાચોક સુધી હળવદ પોલીસ ચાલીને પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ દરમિયાન લોકોને સાવચેત રહેવા સુચનાઓ આપી હતી.પેટ્રોલીંગમાં રહેલ પોલીસ અધિકારીઓ તથા પોલીસ દ્વારા ભીડ ભાડ વાળા વિસ્તારમાં લોકોને એકઠા કરી, વેપારીઓ તેમજ ખરીદી કરવા આવતા ગ્રાહકોને પણ સોશિયલ ડીસ્ટન જાળવવા અપીલ કરી હતી,
હાલમાં કોરોના વાયરસ કાળમાં ખરીદી કરવા આવનાર ગ્રાહકોને માસ્ક અવશ્ય પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ હાથ અવાર નવાર સેનેટાઇઝ કરવા પણ સુચનાઓ આપવામાં આવેલ છે.હળવદ પીઆઇ પી એ દેકાવાડીયા.પીએસઆઈ પી.જી. પનારા તથા સટાફના જવાનો પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.
237 thoughts on “Halvad-Morbi હળવદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરી શહેરની જનતાને સુરક્ષીત સલામતી રાખવા માટે સુચનો કર્યા.”
Comments are closed.