Upleta-Rajkot ઉપલેટામાં થયેલ બે ચોરીના ભેદને ઉકેલી આરોપીને ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.


તહેવારના સમયે બહારના રાજ્યોમાંથી ગુજરાતમાં ચોરી કરવા આવતા બે ઇસમોને ચોરી કરેલ મુદ્દામાલ સાથે રાજકોટ જિલ્લા ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડેલ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય દ્વારા મિલકત સંબંધી શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને એલસીબી શાખા રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર ગોહિલના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી અન ડિટેક્ટ ગુના સંબંધે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજય પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ તથા નિલેશ ડાંગરને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપલેટા શહેરના ઢાંકના રોડ પર આવેલ બે મકાનમાં કરેલ ઘરફોડ ચોરીનો વણશોધાયેલા ગુનો શોધી કાઢી આરોપીઓને ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી હસ્તગત કરી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવાયા.
પકડાયેલા આરોપી:-(૧) નવલસિંહ જુવાનસિંહ ભુરીયા ઉ.વ. ૪૫ રહે. નારવલી ગામ તા. કુકશી જી. ધાર (બાગ) હાલ હોલી પુરા સબ્જી માર્કેટ રાજનગર પોલીસ સ્ટેશન પાસે ઇન્દોર, મધ્યપ્રદેશ(૨) બબલુ પ્યારસિંગ સફનીયા ઉ.વ. ૨૧ રહે. પૂરા ગામ, તા. બિંદા જી. ધાર મધ્યપ્રદેશ
પકડાયેલા મુદામાલ:-મોબાઇલ નંગ-૨,ચાંદીની ધાતુની માળા નંગ-૨ તથા પગના સાંકડા નંગ-૧,કાંડા ઘડિયાળ નંગ-૨,સિંહની મૂઠવાળી તલવાર નંગ-૧,પિત્તળની સુડી નંગ-૧,ચોરી માટેના ઓજાર ડિસમીસ નંગ-૧ તથા પાના નંગ-૧,રોકડ રકમ રૂપિયા ૮૪૬૦/-
આમ કુલ રૂપિયા ૨૦,૨૬૦/- નો મુદ્દામાલ ઝડપી પાડેલા.
આ સમગ્ર કામગીરી કરનાર:-એલ.સી.બી. શાખા રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજય પરમાર, શક્તિસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશ સુવા, નારણ પંપાણિયા, નિલેશ ડાંગર, રહીમ દલ, કૌશિક જોશી, ભાવેશ મકવાણા સહિતનાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી.

ઉપલેટા:-આશિષ લાલકીયા દ્વારા.

error: Content is protected !!