Halvad-Morbi હળવદ ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય નો સત્કાર સમારંભ યોજાયો.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અત્યારથી જ કામે લાગી જવા જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાએ કરી હાકલ

રાજયની આઠ બેઠકોની પેટા ચૂંટણીની સાથે મોરબી-માળીયાની બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. ત્યારે મોરબી – માળીયા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. ત્યારે મોરબી – માળીયા તાલુકાના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. ત્યારે મોરબીની સાથો સાથ હળવદના કાર્યકરોનો ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ આભાર વ્યકત કર્યો હતો , હળવદ ખાતે જિલ્લાભાજપ પ્રમુખ અને ધારાસભ્ય નો સત્કાર સમારંભ યોજાયો,


હળવદની જસુભાઇ પટેલ ના મીલ ખાતે મોરબી – માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ નો સત્કાર સમારંભ યોજાયો.આ તકે હળવદ શહેર ભાજપ પ્રમુખ તથા આગેવાનો અને કાર્યકરોએ સાલ ઓઠાડી.ફુલહાર સાથે તેમનું સ્વાગત કર્યું હતુ. ઉપરાંત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યએ હળવદના આગેવાનો અને કાર્યકરોને ચૂંટણી દરમિયાન કરેલી તનતોડ મહેનતને બિરદાવી હતી.
તો સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, આગામી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કામે લાગી જવા હાકલ કરી હતી અને વધુમાં ઉમેર્યું હતું કે,બુથને મજબુત બનાવવા હાકલ કરી હતી. આ તકે
હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરીયા જશુભાઇ પટેલ ધીરુભાઈ ઝાલા વિપુલભાઈ એરવાડીયા હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ કેતનભાઈ દવે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!