Vinchhiya-jasdan વિંછીયાના થોરીયાળી ગામના આધેડનું બે શખ્સોએ અપહરણ કરી ઓરી ગામે લઈ જઈ હાથ ભાંગી નાંખ્યો.
વિંછીયાના થોરીયાળી ગામે રહેતાં ભરતભાઈ કાનજીભાઈ રાજપરા(ઉ.વ.45) નામના આધેડ સાંજે ઘરે હતાં. ત્યારે બે શખ્સે ઘરે આવી ભરતભાઈ તમારું બસ સ્ટેશને કામ છે એટલે આવો તો ભેગા કહી બાઈકમાં વચ્ચે બેસાડી બસ સ્ટેશનના બદલે વિંછીયાના ઓરી ગામની સીમમાં વાડીએ લઈ જઈને ધોકાથી બેફામ મારમારી પરત ઘરે મુકી જતાં ભરતભાઈને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. તેમણે આ હુમલામાં હાથ ભાંગી ગયાનું જણાવ્યું હતું.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.