Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા નાં ધોરાજીમાં સ્ટેશન રોડ પર તોતીંગ વૃક્ષ ધરાશયી લોકોમાં નાસભાગ શહેરમાં નમી ગયેલા વૃક્ષોને હટાવવામાં તંત્રની લાપરવાહી.

Loading

ધોરાજી શહેરના સ્ટેશન રોડ પર વહેલી સવારના તોતીંગ વૃક્ષ ધરાશયી બનેલ હતું જેના પગલે રોડની બન્ને સાઈડ બ્લોક થવા પામી હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી.ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી જુદા જુદા રોડ પર નમી ગયેલા સંખ્યાબંધ વૃક્ષ છે. આવા વૃક્ષો જો પડે તો જાનહાની થાય અકસ્માતો થાય તેમ છે. રાહદારી તથા ચાલીને જતા હોયતે પણ ઇજાગ્રસ્ત થાય પણ આવા ઝાડ કાપવાની કામગીરી કરવામાં આવતી નથી.આજે વહેલી સવારે શહેરના સ્ટેશન રોડ પર એક મહાકાય વૃક્ષ એકાએક પડતા મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોમાં નાસભાગ થઇ પડી હતી. બંને સાઈડનો રસ્તો બ્લોક થઇ ગયેલ હતો. તેમાં ધોરાજીના ગેલેક્સી ચોક ખાતે પણ બે ત્રણ ઝાડ નમી ગયેલ હોવાથી આ પ્રશ્ર્ને તંત્ર જાગૃત બની પગલા લેશે ખરુ.

ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.

error: Content is protected !!