Jasdan-Rankot જસદણ-વિંછીયા તાલુકા સેવા સદન ખાતે કેબીનેટ મંત્રીનો લોકદરબાર યોજાયો.

Loading

જસદણ અને વિંછીયા તાલુકા સેવા સદન ખાતે લોકોને ગાંધીનગર સુધી ન જવું પડે અને તમામ પડતર પ્રશ્નોનું સહેલાઈથી નિરાકરણ થઈ શકે તે હેતુથી કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોકદરબારમાં લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને લોકોની સમસ્યા જલ્દી ઉકેલાય તે માટે જે-તે વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે વહિવટીય અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ ગામના સરપંચો, આગેવાનો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં જસદણ ખાતે યોજાયેલ લોકદરબાર દરમિયાન જસદણ નગરપાલિકાના પાણી પુરવઠાના ચેરમેન પ્રતિનિધિ નીતિનભાઈ ચોહલીયાએ જસદણમાં મહા મહેનતે એકાંતરા પીવાનું પાણી આપીને સમગ્ર લોકોના દિલ જીતી લીધા હતા. તે બદલ ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા તેઓનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!