Jasdan-Rajkot અપના હાથ જગન્નાથ: જસદણ-આટકોટ ફોરલેન રોડમાં પડેલા ખાડા તંત્રને ન દેખાયા, જસદણ તાલુકા ભાજપ ઉપપ્રમુખે જાતે બુર્યા.
જસદણ-આટકોટ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ફોરલેન રોડનું કામ અટકેલું પડ્યું છે. છતાં ખાતમુહુર્ત કરનારા નેતાઓ કોઈ ધ્યાન આપતા ન હોવાથી જસદણ-આટકોટ વચ્ચેનો ફોરલેન રોડ અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ બિસ્માર રોડના લીધે અવારનવાર નાનામોટા અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. છતાં નીંભર તંત્ર અને જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન નથી.
ત્યારે જસદણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ મનસુખભાઈ હીરપરા અને સંતરામબાપુ તેમજ રફીકભાઈ રીક્ષાવાળાએ જાતે રીક્ષામાં માટી ભરી જસદણ-આટકોટ રોડ પરના ખાડાઓમાં માટી પુરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુર પાડ્યું હતું. જે કામ તંત્રએ કરવાનું હોય છે તે કામ ભાજપના આગેવાને કરી બતાવતા આ કામના કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર સામે લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.